________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ ૨. લયનું પરમ સંગીત
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
ક્યારેય પણ નહીં વિચારેલા “લય” -તત્ત્વ ઉપર તને વિચારવાની મજા આવી ગઈ, તે જાણીને આનંદ થયો.
મૌન દ્વારા પ્રગટ થતા આકાશના લયનો અનુભવ કર્યો છે? સુગંધ દ્વારા પ્રગટ થતા પુષ્પના લયને માણ્યો છે? સંગીત દ્વારા પ્રગટ થતા ઝરણાનો લય એકતાન બની સાંભળ્યો છે? ઋતુઓ દ્વારા પ્રગટ થતો પૃથ્વીનો લય તે જાણ્યો. છે? વસંત દ્વારા વૃક્ષનો લય અને કોયલના ટહુકા દ્વારા વસંતનો લય માણ્યો છે? વિવેક દ્વારા, વિનય દ્વારા વિદ્યાનો લય પ્રગટ થાય છે. આપણા આત્મત્વનો લય સમત્વ અને સ્વસ્થતા દ્વારા પ્રગટ થાય છે. આ સૃષ્ટિમાં આ રીતે સતત કૉસ્મિક લય-લીલા ચાલી રહી છે. મનુષ્યના જીવનનો વ્યક્તિગત લય જ્યારે સૃષ્ટિમાં રહેલા પરમ લય સાથે એકરૂપ બને ત્યારે લયલીનતા પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષોને, ઋષિ-મુનિઓને સાધનાને અંતે આવી લયલીનતા પ્રાપ્ત થાય છે, અતીન્દ્રિય જ્ઞાન મળે છે.
તીર્થકરોના પાવન ચરણે બેસીને ગણધરોએ રચેલી દ્વાદશાંગી પર આજ દિન પર્યત અખ્ખલિતપણે વિચારયાત્રા ચાલતી જ રહી છે. મહાનું પ્રજ્ઞાવંત જ્ઞાની પુરુષોએ એના પર ચૂર્ણાઓ લખી, ભાખ્યો લખ્યાં, નિર્યુક્તિઓ અને ટીકાઓ લખી! આને આપણે વિચારયાત્રા કહીએ, વિકાસયાત્રા કહીએ કે વિજ્ઞાનયાત્રા કહીએ! હજારો વર્ષોથી આ બધું યથાવત્ જળવાયું છે, આપણા માટે સચવાયું છે. આમાં આપણા બહુશ્રુત આચાર્યો અને મુનિવરોની શ્રવણસાધના અને સ્મરણાસાધનાનો બહુ મોટો ફાળો છે. પેઢી-દર-પેઢી સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ સેવ્યા વિના વારસામાં મળેલા આગમગ્રંથોને શુદ્ધ સ્વરૂપે જાળવી રાખનારા એ મહાશ્રમણોના આપણે સૌ ઉપકૃત છીએ.
૨૫૦૦ વર્ષ પૂર્વે આગમો લખાયા ન હતા કે છપાયાં ન હતાં. એ તો ઉદ્ગારાયાં હતાં. આ આદિ ઉદ્ગારો શતાબ્દિઓ સુધી શ્રવણ અને સ્મરણ દ્વારા જળવાયા.. પછી જ્યારે સ્મરણશક્તિને ભીષણ દુષ્કાળ ગ્રસી લીધી ત્યારે તત્કાલીન આચાર્યોએ ભેગા થઈ, જેટલું સ્મૃતિમાં હતું તે બધું જ લખી-લખાવી લીધું
For Private And Personal Use Only