________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગી પુરુષોનો લય હું તને પુનઃ લખું છું કે તું શામ્યશતક, જ્ઞાનસાર, યોગસાર આદિ ગ્રંથોનું વાંચન-મનન કર. આ ગ્રંથો આપણને જીવનક્રાંતિના પાઠ શીખવે છે. મનુષ્યની ખોપરી પર હથોડા અફાળી આપણને જગાડવાનું કામ કરે છે. આ ગ્રંથો, બરફ ભાંગવાની હથોડી જેવા છે, જે આપણી ભીતર થીજી ગયેલા અધ્યાત્મનાપરમ લયના દરિયાને ભેદી શકે.
ચેતન, આ પત્રમાળામાં મારે તને માનવવિરોધી, દેહવિરોધી, પૃથ્વીવિરોધી, જીવનવિરોધી કે આનંદવિરોધી વાતો નથી લખવી. મારે તને પૂરી જાગૃતિ (અવેરનેસ) સાથે જગતને નિહાળવાની અને પોતાની ભીતર રહેલી ચેતના સાથે આસપાસ જોવા મળતી, સાંભળવા મળતી, સ્પર્શવા મળતી, સૂંઘવા મળતી, સ્વાદવા મળતી અને અનુભવવા મળતી વૈશ્વિક ચેતનાનો લય મેળવવા માટે પ્રયત્નશીલ બનવાની વાતો લખવી છે. આને જ જીવનસાધના બનાવવાની છે. આનાથી જ માનવજીવનનો મહિમા ઊજવવાનો છે.
માનવજીવન એ અણમોલ તક છે આ જીવનસાધના માટેની, પરંતુ સામાન્ય માણસો મળેલી અણમોલ તક વેડફી નાંખે છે. વેડફી નાંખવામાં પાવરધા હોય છે. જ્યારે પ્રબુદ્ધ માણસો ઘૂળ જેવી ઘટનાઓમાંથી તક ઊભી કરે છે! તું આ મનુષ્યને અત્યંત મૂલ્યવાન તક તરીકે જોઈશ ને? | સર્વજ્ઞશાસન પ્રત્યેના આદરથી અને લાખો-કરોડો વર્ષોથી ચાલી આવતી શ્રમણ સંસ્કૃતિ પ્રત્યેના અહોભાવથી આ પત્રો લખવા પ્રેરાયો છું. તું તો એમાં નિમિત્ત બની ગયો છે. ભલે, યોગી પુરુષોનો લય આપણે બધા ન પામી શકીએ, પરંતુ એ પરમલય તરફ લઈ જતા ઉત્કૃષ્ટ વિચારો તો કરી શકીએ! સર આર્થર એડિંગ્ટન કહે છે: “ધ સ્ટફ ઑફ ધ વર્લ્ડ ઇઝ ધ માઇન્ડ સ્ટફ.” વિશ્વ એટલે જ વિચારવિશ્વ. વિચાર કરજે. કુશળ રહે! ૪-૪-૯૮
Eયુનસૂરિ
For Private And Personal Use Only