________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય સફળ! પણ તે માટે મનુષ્ય ‘દેશવિરતિ જીવન” અને “સર્વવિરતિ જીવન' સ્વીકારવું જોઈએ. જીવનનાં છેલ્લાં થોડાંક વર્ષોમાં સંયમજીવન સ્વીકારી મૃત્યુનું સ્વાગત કરવું જોઈએ. પ્રત્યેક પ્રબુદ્ધ મનુષ્યનો આ લયસિદ્ધ અધિકાર છે!
વ્રતમય જીવન પૂર્વે, મનુષ્ય કમસેકમ વિચારોની દિશા તો બદલી જ નાંખવી જોઈએ. બહિરાત્મદશામાંથી અંતરાત્મદશા તરફ જ વળવું જોઈએ. મનુષ્યજીવન અંગે વિચારવાનું, જીવો પ્રત્યે કરુણાપૂર્વક વર્તવાનું અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું શરૂ કરવું જોઈએ. જો આમ નહીં કરીએ તો આપણે આપણા જીવનમાં પોતીકો લય નહીં પામી શકીએ.. પછી પેલા યોગી પુરુષોના લયની વાત તો શાસ્ત્રોનાં પાનાંઓમાં જ રહી જવાની.
વર્તમાન પરિસ્થિતિમાં મનુષ્યની ભીંસ ભારે બની ગઈ છે. આજે અધ્યાત્મના નામે, ધર્મના નામે, નીતિના નામે અરે, રાષ્ટ્રીય અસ્મિતાના નામે મનુષ્યની આંખે પાટા બાંધવામાં આવે છે. આપણા જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં બંધિયાર ને રોગિષ્ઠ હવાના વિષાણુઓ આપણને ઘેરી વળ્યા ન હોય. ખાસ તો મારે યુવાન પેઢીને આમાંથી બહાર લાવવા પ્રયત્ન કરવો છે.
જ્યાં જ્યાં વિશ્વના લયનો ભંગ થતો દેખાય છે, ત્યાં મનમાં એક વિષાદ પેદા થાય છે. આજે વિજ્ઞાન વિશ્વવિનાશનાં શસ્ત્રોના નિર્માણમાં રચ્યુંપચ્યું છે. ધન-લક્ષ્મી સત્તા, સ્વાર્થ અને શોષણના હાથોમાં રમી રહી છે અને સમગ્ર રાજ કારણ ખુરશીની આસપાસ આટાપાટા ખેલી રહ્યું છે. વિશ્વના લયનો ભંગ કરનારાં આ તત્વોને, એમનાં ઘોર પાપની શું સજા નહીં થાય? | મારી આ વાત ગંભીરતાથી વિચારજે, આ કોઈ વિદ્રોહની વાત નથી. આ વાત તો સમન્વયકારી પ્રસન્ન આત્માની છે. હું કોઈના પ્રત્યે ધૃણા કરતો નથી. આત્મદર્શી ધૃણા ન કરે. એ તો રુદ્ર પ્રકોપની વાલા પર સૌમ્યામૃતનો અભિષેક કરે છે.
આજની આપણી કઠોરતમ ને કરુણતમ પરિસ્થિતિમાંથી મારે તને કલ્યાણતમ રૂપનાં દર્શન કરવા દોરી જવો છે. તે માટે અધ્યાત્મની ચેતનાનો આદર કરતું વિજ્ઞાન અને વિજ્ઞાનની ચોકસાઈને અપનાવતું અધ્યાત્મ – આપણે સ્વીકારવું પડશે. એકાંગી ઉપાસના હવે છોડવી પડશે. જેઓ કેવળ સંસાર, પાર્થિવતા, ભોગવિલાસને જ સાધ્ય માને છે તેઓના લખ ચોરાશીના ફેરા મટતા નથી, તેમ જેઓ માત્ર અધ્યાત્મની, આત્માની પરલોકની ને મોક્ષની માત્ર વાતો જ કરે છે તેઓનું માનવજીવન સફળ થતું નથી,
For Private And Personal Use Only