________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગી પુરુષોનો લય
મહાન્યોગી આચાર્યશ્રી વિજયસિંહસૂરિ ‘શામ્યશતક' માં આત્મજ્ઞાનમાં તન્મયતાને લય કહે છે, જ્યારે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ‘જ્ઞાનસાર'માં ચિન્માત્રમાં વિશ્રાન્તિ'ને લય કહે છે. લીનતા કર્યો કે મગ્નતા કહો - એક જ વાત છે. ‘ચિન્માત્રમાં વિશ્રાન્તિ'નો અર્થ આ જ છે, આત્મજ્ઞાનમાં તન્મયતાલીનતા-લય. ઉપાધ્યાયજીએ પણ આવી લીનતા પ્રાપ્ત કરવા બે શરત મૂકી છે: (૧) ઇન્દ્રિયોં પર વિજય, (૨) મન (કષાયો) પર વિજય.
ઇન્દ્રિયજય અને મનોજય કરવાથી જ આત્મજ્ઞાનમાં લયની પ્રાપ્તિ થાય. ‘યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ તો કહે છે:
‘જાગ્રત અવસ્થામાં આત્મસ્થ યોગી, લય અવસ્થામાં સુપ્ત રહે છે. લય અવસ્થામાં યોગી શ્વાસોચ્છ્વાસ વિનાનો થઈ જાય છે! તે યોગી સિદ્ધાત્માઓથી જરાય ઊતરતો નથી!’
આવા આત્મતત્ત્વમાં લયલીન યોગી પુરુષો જાગતા ય નથી હોતા કે ઊંઘતા ય નથી હોતા! (તત્ત્વવિવો નયનના નો નાપ્રતિ શેરતે નાર્ત્તિા)
યોગી પુરુષો, અતિ ચંચળ, અતિ સૂક્ષ્મ અને અતિ તીવ્ર ગતિવાળા મનનો, જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના નાશ કરે છે. ‘ઉન્મનીભાવ' પ્રાપ્ત કરે છે! આત્મા મનને પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, ત્યારે ઉભયભ્રષ્ટ બનેલું મન સ્વયં જ નાશ પામે છે. આ રીતે મનનો નાશ થવો, એનું નામ ‘ઉન્મનીભાવ’.
ચેતન, આ ‘શામ્યશતક'... આ ‘જ્ઞાનસાર'... આ ‘યોગસાર’... એવા અમૃતના ધરા છે કે એમાં ડૂબકી મારનારને મૃત્યુના વમળ વચ્ચે જ મૃત્યુંજય મોતી મળી જાય છે. ફણીધરના માથે જાણે મણિ ઝળકતો હોય એવી એની દીપ્તિ હોય છે. જોકે એની પ્રાપ્તિ આસાન નથી. કાલીયના ફૂંફાડા મારતી ફેણ પર પેલા કિશોરનું નૃત્ય છે! જીવસટોસટનો ખેલ છે! મરજીવાની મોજ છે! ‘શામ્યશતક' જેવા ગ્રંથોએ આ ખેલ માણવાની ગુરુચાવી આપી છે. એના રચયિતા મુનિ-ઋષિઓ એમનાં જ્ઞાનપૂત નેત્રોથી હળાહળની જ્વાળાઓ વચ્ચે અમૃતકુંભને ઊંચે આવતો નિહાળે છે.
ભાઈ, આપણે આપણા અંતિમ લક્ષ્ય તરીકે ‘યોગીનો લય', ચિદાનન્દનો લય, આત્માનુભવનો લય રાખીને, આપણે આપણા જીવનમાં પોતીકો લય પામવા મથવાનું છે. આત્મામાં વ્યાપી રહેલા પરમ લય સાથે આપણા વ્યક્તિગત લયનો મેળ પાડી દેવા પ્રયત્નશીલ બનવું છે. આવું બને તો આપણું મનુષ્યજીવન
For Private And Personal Use Only