________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧. યોગી પુરુષોનો લય ને તે
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન. તારો જિજ્ઞાસાભર્યો પત્ર મળ્યો. આનંદ થયો. તેં મારા સ્વાથ્ય અંગે ચિંતા વ્યક્ત કરી; પણ ચિંતા ના કરીશ. શરીર અનેક રોગોનું ઘર છે, એ તું જાણે છે. એ એનું કામ કરે, હું મારું કામ સ્વસ્થ ચિત્તે કરી રહ્યો છું.
તે “સામ્યશતક'ના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોક અંગે વિશેષ સ્પષ્ટીકરણ માંગ્યું. ખરેખર, તારા અને મારા વિચારોનું સામંજસ્ય રચાયું. હું પણ એ શ્લોકો ઉપર વિશેષ ચિંતન કરી રહ્યો હતો અને કરી રહ્યો છું! એમાંય વિશેષ રૂપે
‘साम्यपीयूषपाथोधि-स्नाननिर्वाणचेतसाम्।
योगिनामात्मसंवेद्यमहिमा जयतात् लयः।।' સમતામૃતના સાગરમાં યોગી પુરુષો સ્નાન કરતા હોય છે, તેથી તેમનાં ચિત્ત શાન્ત હોય છે. તે યોગી પુરુષો આત્મજ્ઞાનમાં તન્મય બને છે, લીન બને છે... આત્માનુભવની આ લીનતા હોય છે. આ છે શ્રેષ્ઠ... પરમ શ્રેષ્ઠ લય! આ લય જય પામે છે! આ લય આત્મવિજય અપાવે છે! આત્માનુભવરૂપ લય, યોગી પુરુષોને ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે તેઓ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ નથી કરતા, - તેમની મતિ વિષયોમાં અનાસક્ત બને છે. - સહજ ઉદાસીનતા પ્રગટે છે, અને - ચિદાનંદનો આસ્વાદ પામે છે!
આ ચાર વાતો પરસ્પર સંબંધિત છે. વિષયોમાં રાગ-દ્વેષ ન થાય તો જ વિષયાસક્તિ તૂટે, વિષયાસક્તિ તૂટે તો જ સહજ ઉદાસીનતા પ્રગટે અને તો જ આત્મા ચિદાનંદની અનુભૂતિ કરે.
ચિદાનન્દની અનુભૂતિ થાય તો જ “લય'ની પ્રાપ્તિ થાય. ચિદાનન્દની અનુભૂતિનું સાતત્ય, તેને લય કહેવાય.
For Private And Personal Use Only