________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧0
બે દષ્ટાંત : એક નવું, એક જૂનું આવું હતું નિયમિત લયબદ્ધ જીવન! - લયબદ્ધ જીવનને ખોરવનારાં તત્ત્વોને તેમણે દૂર રાખ્યાં હતાં. અથવા તો એ દુષ્ટ તત્ત્વો તેમની પાસે આવી જ શક્યાં ન હતાં! તેમના જીવનમાં૦ પરનિંદા ન હતી.
(ગુણપ્રશંસા હતી.) ૦ કલહ-કંકાસ ન હતો. (સુમેળ અને સમજ હતાં.) ૦ કોઈ સાથે શત્રુતા ન હતી. (સહુ પ્રત્યે મૈત્રી હતી.) ૦ કોઈના પ્રત્યે તિરસ્કાર ન હતો. (કરુણા હતી.) ૦ કોઈના પ્રત્યે ઈર્ષ્યા ન હતી. (પ્રમોદભાવ હતો.) o કોઈ વાતનો અજંપો ન હતો. (સંતોષ હતો.) તેમના આંતરિક જીવનને પણ૦ ક્રોધ ડહોળી શકતો ન હતો. (ક્ષમાભાવ હતો.) 9 અભિમાન સતાવી શકતું ન હતું. (નમ્રતા હતી.) ૦ માયા લપેટી શકતી ન હતી. (સરળતા હતી.) 0 લોભ ડસી શકતો ન હતો. (સંતોષ હતો.) કેવું અદ્ભુત લયના સંગીતથી ગુંજતું દંપતીનું જીવન હતું! રાજગૃહી નગરીમાં એ રહેતાં હતાં. મગધ દેશની રાજધાની રાજગૃહી હતી. દેશનો સમ્રાટ હતો રાજા શ્રેણિક,
રાજા શ્રેણિક ભગવાન મહાવીરદેવનો અનન્ય ભક્ત હતો. એક દિવસે જ્યારે શ્રેણિકે પોતાના પુનર્જન્મ અંગે પ્રભુને પ્રશ્ન કર્યો : “પ્રભુ! હું મૃત્યુ પછી કઈ ગતિમાં જન્મ પામીશ?”
ત્યારે પ્રભુએ કહ્યું : “શ્રેણિક, તું નરકમાં જન્મ પામીશ...'
શ્રેણિક હેબતાઈ ગયો પ્રભુના મુખે પોતાનું નરકગમન સાંભળીને. તેણે ગળગળા ને રૂંધાયેલા સ્વરે પૂછયું : પ્રભો! હું આપનો પરમ ભક્ત... અને મારે નરકમાં જવાનું? ભગવંત, નરકમાં ન જવું પડે તેવો કોઈ ઉપાય?'
શ્રેણિકના મનનું સમાધાન કરવા ભગવંતે કહ્યું : “શ્રેણિક, તું જો પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ લઈ આવે તો તારે નરકમાં ન જવું પડે!”
પુણિયો શ્રાવક એટલે મેં તને પ્રારંભમાં જે દંપતીની વાત લખી તે! ભગવાને રાજાને એ દંપતી પાસે મોકલ્યો એમના સામાયિકનું ફળ લેવા! પ્રભુ જાણતા જ
For Private And Personal Use Only