________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય હતા કે કોઈની ધર્મઆરાધનાનું ફળ બીજાને મળી શકતું નથી, છતાં પ્રભુએ શ્રેણિકને પુણિયાના ઘરે મોકલ્યો, એ દંપતીના લયપૂર્ણ જીવનનું સુમધુર સંગીત સાંભળવા માટે! એ દંપતીના જીવનમાં શ્રેણિકે ન કોઈ અજંપો જોયો કે ન કોઈ અશાંતિ જાણી! જોઈ સ્વસ્થતા, સ્થિરતા, ધર્મમગ્નતા અને અપૂર્વ ચિત્તપ્રસન્નત્તા! શ્રેણિક નતમસ્તક થઈ ગયો હતો. એ દંપતી પ્રત્યે ભારોભાર અહોભાવ ગ્રહણ કરીને પોતાના મહેલે ગયો હતો.
ચેતન, જે કાળમાં ભૌતિકવાદનાં પડઘમ વાગી રહ્યાં છે, જે કાળમાં ભોગવિલાસની તાંડવલીલા ખેલાઈ રહી છે... જે સમયે લાખો-કરોડો પશુઓપક્ષીઓની કતલ થઈ રહી છે. સેક્સ અને વ્યભિચાર ખુલ્લેઆમ આચરાઈ રહ્યાં છે. અસંખ્ય દુષ્ટ તત્ત્વોના અસુરોએ આ સૃષ્ટિને ભરડો દીધો છે, તેવા સમયે આ ‘જીવનના લય'ની વાત, બ્રહ્મમાં લયલીન બનવાની વાત... આત્માનુભવરૂપ લયની પ્રાપ્તિની વાત, મોક્ષપ્રાપક ચિદાનંદની મગ્નતા પામવાની વાત... કેટલી સાર્થક કહેવાય? કેટલી ગ્રાહ્ય બની શકે?' આવો પ્રશ્ન તારા મનમાં ઊઠશે કે ઊડ્યો હશે.
મહાનુભાવ! આ સૃષ્ટિમાં બે તત્ત્વો સમાંતર ચાલી રહ્યાં છે અનાદિકાળથી! દૈવી તત્ત્વો અને આસુરી તત્ત્વો. શુભ વાતો અને અશુભ વાતો. પુણ્ય અને પાપ! ગુણ અને દોષી અને બહુલતા આસુરી તત્ત્વોની જ રહી છે. પરંતુ એના કારણે જ દૈવી તત્ત્વોનો, શુભ તત્ત્વોનો, પુણ્યનો અને ગુણોનો મહિમા થયેલો. છે; એ વાત યાદ રાખવાની છે. સૃષ્ટિ તરફ જ્યારે જોવાનું બને ત્યારે૦ સર્વે નવા વરસ (સર્વે જીવો કર્મવશ છે.) ૦ આત્મવત્ સર્વભૂતેષુ (સર્વે જીવો મારા આત્મા જેવા છે.) ૦ મિત્તિ ને સબ્ધ નીવેર (સર્વે જીવો મારા મિત્ર છે.) ૦ રનવે નવા જ દંતવ્વા (સર્વે જીવોને હણવા ન જોઈએ.) ૦ સર્વે સુવિનો ભવન્તુ (સર્વે જીવો સુખી થાઓ.) સમષ્ટિ પ્રત્યે આ દિવ્ય દૃષ્ટિઓથી જ જોવાનું છે અને વિચારવાનું છે. દોષો, પાપો, દુર્ગુણો આદિ અશુભ તત્ત્વો તરફ કરુણાદૃષ્ટિથી વિચારવાનું છે. દોષ બધા જ કર્મજન્ય છે,' “ગુણો બધા જ આત્માના છે!' આ વિચારોને મનમાં દઢ કરવાના છે.
For Private And Personal Use Only