________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૧૧ અંતર્બોધ એક અનુભૂતિ છે અને અનુભૂતિ મનની અસામાન્ય અવસ્થામાં થાય છે. બુદ્ધિથી પર એવી આ અનુભૂતિ છે.
એગ્રી બર્ગમાં કહે છે કે સતત પરિવર્તનશીલ એવી વાસ્તવિકતાની સમુચિત ઓળખ માટે કેવળ બુદ્ધિ પૂરતી નથી, એ માટે અંતર્બોધની જરૂર પડે. અંતર્બોધ એટલે વાસ્તવિકતાના કે પરિવર્તનશીલતાના હાર્દમાં પહોંચવાની શક્તિ.
શ્રી અરવિંદ અને બર્ગમાં અંતર્બોધ પર સરખો ભાર મૂકે છે. અરવિંદ અંતર્બોધને “મનને ઉપર તરફથી પ્રાપ્ત થનાર પ્રત્યાયન' તરીકે વર્ણવે છે. બર્ગમાં અંતર્બોધને વાસ્તવિકતાના હાર્દમાં પ્રવેશવાના માર્ગ તરીકે ઓળખાવે છે. કહે છે –"The only way to know reality is through intuition."
યાદ રાખો: અંતર્બોધની સગી બહેન શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નહીં, માટે શ્રદ્ધાભાવને ઉજ્વલ અને ચેતનવંતો રાખવાનો છે. મનુષ્યની શ્રેષ્ઠતાનો ખરો આધાર આ અંતર્બોધ પર છે. સાથે સાથે સંવેદનસમૃદ્ધિ, વિચારસમૃદ્ધિ અને વિવેકસમૃદ્ધિ પણ આધારભૂત છે. આ ત્રણે બાબતો એની ચેતનાને એવી અવસ્થાએ લઈ જાય છે જેને કારણે અન્ય જીવો સાથે, સમગ્ર સૃષ્ટિ સાથે તાદાભ્ય સાધી શકે. બન્ડ રસેલના કથન સાથે આ પત્ર પૂરો કરીશ. માનવને બુદ્ધિમત્તા તરફ ક્રમશ- ડગલાં માંડવામાં ત્રણ મોટા મુકાબલાનો સામનો કરવો પડેલો. પ્રકૃતિ સામેનો મુકાબલો. માનવ-માનવ વચ્ચેની સ્પર્ધા અને માનવની પોતાની જાત સાથેની લડાઈ!
પોતાની જાત સાથેની લડાઈ એટલે પોતાના મન સાથેની લડાઈ. એ લડાઈમાં મનોજય પ્રાપ્ત થાય છે, મનનો લયયોગ. વિશિષ્ટ લય સધાય (વિલય).
કુશળ રહો,
તા. ૪-પ-૯૮
લઘુમ્નસૂત્ર
For Private And Personal Use Only