________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨. લોકપ્રશંસાની અપેક્ષા ન રાખવી.
૩. સામાયિક દ્વારા ‘ધનલાભ’ની ઇચ્છા ન કરવી.
૪. ‘બીજાઓ કરતાં હું સારું સામાયિક કરું છું,' આવું અભિમાન ન કરો.
૫. ભય ન પામો.
૭. સામાયિકના ફળની ઇચ્છા ન કરો.
૭, સામાયિકના ફળમાં શંકા ન કરો.
૮. મનમાં રોષ ન રાખો.
૯. વિનયભાવથી સામાયિક કરો.
૧૦. બહુમાનના ભાવથી સામાયિક કરો.
આ રીતે મન-વચન-કાયાની સ્થિરતા ૪૮ મિનિટ સુધી રાખો.
સામયિકમાં
૧૩૯
સ્વાધ્યાય કરી શકો.
- મંત્રજાપ કરી શકો.
ધ્યાન ધરી શકો. ધર્મધ્યાન કરી શકો.
આત્મચિંતન કરી શકો.
આ બધામાં લય જળવાવો જોઈએ. જો તમે ઉપર બતાવી, એ બધી સાવધાનીઓ રાખશો તો જરૂ૨ લય જળવાશે. તમને સમતાભાવની પ્રાપ્તિ થશે. સામાયિકની સફળતા સમતાભાવની પ્રાપ્તિ પર નિર્ભર છે.
સમતાયોગમાં સ્થિરતા પ્રાપ્ત કરી, મોહનો નાશ કરી, વીતરાગ બની, પૂર્ણાનન્દમાં પ્ર-લય પ્રાપ્ત કરવા, મનોમન દૃઢ નિર્ણય કરી, 'સામાયિક’નો ધાર્મિક-આધ્યાત્મિક પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ.
For Private And Personal Use Only
આ જ રીતે પરમાત્માની પૂજામાં પણ ઉત્કૃષ્ટ લયની પ્રાપ્તિ કરી શકાય. શરત એક જ છે ઃ મન-વચન-કાયાની સ્થિરતા!
:
કુશળ રહે.
તા. ૧૪-૫-૯૮
(ઊંધ્યુમ્નસૂરિ