________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિનો ક્રમઃ ૨. જ્યાંથી ઊઠવું પડે (વચ્ચે) તેવી જગા પર ન બેસો. ૪૮ મિનિટ સુધી તમે
જ્યાં હાલ્યા ચાલ્યા વિના બેસી શકો, એવી રીતે બેસો. ૩. બેઠા પછી દૃષ્ટિ સ્થિર રાખો. ચારે બાજુ જોવાનું નહીં. ૪. ઘર કે દુકાન - વ્યાપાર કે વ્યવહાર સંબંધી વાતો ન કરો, ઇશારા પણ ન
કરો.
પ. દીવાલના ટેકે ન બેસો. થાંભલાના ટેકે ન બેસો. ૬. હાથ-પગ ઊંચા-નીચા ન કરો. સ્થિર આસને બેસો.
. આળસથી શરીરને મરોડો નહીં. ૮. હાથ-પગની આંગળીઓના ટચાકા ન ફોડો. ૯. શરીર પરથી મેલ ન ઉતારો. ૧૦, આળસુની જેમ ન બેસો. ૧૧. ઊંઘવાનું નહીં. ૧૨. વસ્ત્રોને ઊંચા-નીચા ન કર.
આ રીતે કાયાની સ્થિરતા કરવાની. સાથે સાથે વચનની સ્થિરતા કરવાની. ૧. અસત્ય, અપ્રિય અને કડવું ન બોલો. ૨. વિચાર કર્યા વિના ન બોલો. ૩. શાસ્ત્રવિરુદ્ધ ન બોલો. ૪. સૂત્રોનો સંક્ષેપ કરીને ન બોલો. ૫. કોઈ સાથે ઝઘડો ન કરો. ૬. વિકથાઓ ન કરો. ૭. કોઈને હસાવો નહીં, હસો નહીં. ૮. સૂત્રોનું અશુદ્ધ ઉચ્ચારણ ન કરો. ૯. સાપેક્ષભાવે બોલો. ૧૦. ગણગણાટ ન કરો.
જોકે સામાયિકમાં મૌન રહેવું, એ જ વધારે સારું છે. વચનની સ્થિરતાની સાથે મનની સ્થિરતા પણ કરવાની છે, તે માટે નીચેની દસ વાતો ધ્યાનમાં લો: ૧. આત્મહિતના જ વિચારો કરવા, બીજા નહીં.
For Private And Personal Use Only