________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૩૭ ચૌદમી વાત : તેથી તેઓ કલ્યાણમૂર્તિ બને છે! ભદ્રમૂર્તિ બને છે! કાયામાં ધૈર્ય, વાણીમાં માધુર્ય, આંખોમાં કારુણ્ય અને ભાવોમાં પરમ વિશુદ્ધિ! આવા મહાત્માનાં દર્શન કરવા માત્રથી દુરિતનો નાશ થાય છે, આત્માને શાન્તિ, પ્રસન્નતા મળે છે, કાષાયિક ભાવો ઉપશાંત થાય છે.
પંદરમી વાત : ઘાતી કર્મો : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયનો જો ક્ષય થઈ જાય તો મહાત્મા વીતરાગસર્વજ્ઞ બની જાય. જો ક્ષય ન થાય, ક્ષયોપશમ થાય તો પણ વિપુલ આત્મગુણો પ્રગટ થઈ જાય.
સોળમી વાત : ઘાતી કર્મોના ક્ષયોપશમથી મહાત્માને અનેક લબ્ધિઓ (આત્મશક્તિઓ) પ્રાપ્ત થાય છે. સ્વયંભૂ લબ્ધિઓ પ્રગટે! તેઓ આકાશમાર્ગે ગમનાગમન કરી શકે, ઇચ્છા મુજબ રૂપ-પરિવર્તન કરી શકે..વગેરે. પરંતુ તેઓ લબ્ધિપ્રયોગ કરતા નથી.
સત્તરમી વાત : અને તેઓ “અપૂર્વકરણ' નામના આઠમાં ગુણસ્થાનકે પહોંચી જાય છે. અપૂર્વકરણની આત્યંતર આધ્યાત્મિક પ્રક્રિયાથી તેઓ ઘાતી કર્મોનો વિપુલ માત્રામાં ક્ષય કરતા હોય છે.
આ આંતરિક સાધનાનો, આત્માનુભવરૂપ પ્રકૃષ્ટ લય પામવાનો ક્રમિક માર્ગ
0 0 0 ચેતન, આ સત્તર વાતો વર્તમાન જીવનમાં તને જીવવી શક્ય ન લાગે, એવું પણ બને. જેટલું જાણીએ એ બધું જ જીવવું સંભવ પણ નથી. જીવવા માટે શક્તિ જોઈએ, વીર્ય જોઈએ.. અપૂર્વ ધર્મ જોઈએ અને સતત આંતર ઉલ્લાસ જોઈએ. આ બધું વર્તમાન જીવનમાં શક્ય નથી. પરંતુ આ પ્રકૃષ્ટ લયનો આદર્શ રાખીને, અલ્પકાલીન લયની આરાધના કરી શકાય.
એ આરાધના છે ૪૮ મિનિટના સામાયિકની. પ્રકૃષ્ટ લયની મીની આવૃત્તિ છે સામાયિક. શામફિનો અર્થ છે સમભાવ, એટલે સમતાભાવ. ૪૮ મિનિટ સુધી સમતાભાવમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે. રોજ-પ્રતિદિન આ અભ્યાસ કરવો જોઈએ.
પરંતુ ચીલાચાલુ રીતે સામાયિક નથી કરવાનું. અપ્રમત્ત ભાવે કરવાનું છે. મન-વચન-કાયાની સ્થિરતા રાખીને કરવાનું છે. એ માટે સર્વપ્રથમ કાયાની સ્થિરતા માટે બાર સાવધાનીઓ રાખવાની છે, તે આ પ્રમાણે છે. ૧. પગ ઉપર પગ ચઢાવીને નહીં બેસવાનું. સુખાસને કે પદ્માસને બેસો.
For Private And Personal Use Only