________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિનો ક્રમઃ કોઈપણ દ્રવ્ય રાગ-દ્વેષ પેદા ન કરી શકે. કોઈપણ ક્ષેત્ર હર્ષ-ઉદ્વેગ જન્માવી ન શકે. કોઈપણ કાળ રતિ-અરતિ ન કરાવી શકે કે કોઈપણ ભાવ આનંદઉગ ન કરાવી શકે. આવી આત્મસ્થિતિને પ્રાપ્ત કરનાર મુનિ ધર્મધ્યાનમાંથી શુકલધ્યાન તરફ ધસમસતા આગળ વધતા હોય છે.
સાતમી વાત: આવા યોગી પુરુષો નિરંતર આત્મરમણતામાં, આત્માનુભવમાં લીન બની પરમાનંદ અનુભવતા હોય છે. આત્મગુણોની જ રમણતા! પરમ બ્રહ્મની મસ્તી! બહારની દુનિયા સાથે કોઈ સંબંધ નહીં. કોઈ લગાવ નહીં. સ્વ'માં જ લીનતા!
આઠમી વાત : મન-વચન-કાયાને સ્વાધ્યાયમાં–શાસ્ત્રાધ્યયનમાં જોડી રાખતા હોય છે, મહામુનિ! શાસ્ત્રોના અધ્યયન-પરાવર્તન-ચિંતન અને મનનમાં તેઓ ઓતપ્રોત રહેતા હોય છે. દિવસ-રાતના ૨૪ કલાકમાંથી ૧૫ કલાક તેઓ શાસ્ત્રાભ્યાસ કરતા હોય છે.
નવમી વાત? ક્યારેક તેઓ પદ્માસને બેસી, આંખોને નાસિકાના અગ્રભાગે સ્થાપિત કરી, શ્રી નવકાર મંત્રનું ધ્યાન કરે છે. ક્યારેક કાયોત્સર્ગ-ધ્યાનમાં સ્થિર બની, ચોવીશ તીર્થકરોનું ધ્યાન કરે છે. ક્યારેક હૃદયકમળમાં અરિહંતાદિ નવ પદોનું ધ્યાન ધરે છે.
દશમી વાત : આ રીતે જ્ઞાનોપાસનામાં, ધ્યાનારાધનામાં અને સંયમયોગોની પાલનામાં મહામુનિ પ્રમાદ નથી કરતા. અપ્રમત્ત રહે છે. જીવનની એક પળ પણ પ્રમાદમાં ન જાય તે માટે સદૈવ જાગ્રત રહે છે. મનના વિચારોને પણ પ્રમાદનો સ્પર્શ થવા દેતા નથી.
અગિયારમી વાત : તેથી એ મહાત્માઓના અધ્યવસાય વિશુદ્ધ બનતા જાય છે. નિર્મળ બનતા જાય છે. ઉત્તરોત્તર વિશુદ્ધિ વધતી જાય છે. એ મહાત્મા પરમાનંદનો – ચિદાનંદનો આસ્વાદ કરતા હોય છે. સંસાર-પરિભ્રમણકાળમાં ક્યારેય ન અનુભવેલા સુખનો મધુર અનુભવ કરે છે.
બારમી વાત : જેમ જેમ તેમની અધ્યવસાયની વિશુદ્ધિ થતી જાય છે તેમ તેમ વેશ્યાઓની વિશુદ્ધિ થતી જાય છે. તેજલેશ્યા, પાલેશ્યા કે શક્યુલેશ્યાત્રણમાંથી ગમે તે એક વેશ્યા તેમને રહે છે. અશુભ લેશ્યાઓ તેમને સ્પર્શી શકતી નથી.
તેરમી વાત ? આવા મહાત્માનું ચારિત્ર પરમવિશુદ્ધ બને છે. પ્રશમરસમાં નિમગ્ન રહેનારા આવા મહાત્મા આત્મભાવની સ્થિરતારૂપ શ્રેષ્ઠ ચારિત્ર પામે છે.
For Private And Personal Use Only