________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૦
ચિદાનન્દની મોજ સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત,
ચિદાનંદ જયવંત હો, કેવલ-ભાનું પ્રભાત!' કવિ, જે ચિદાનંદનો જય પોકારે છે અને જે ચિદાનંદને કેવળજ્ઞાનનું પ્રભાત કહે છે, તે ચિદાનંદની એમના હૃદય-ઉદધિમાં ભરતી ચઢી છે! કહે છેને – “ચિદાનંદ કી મૌજ મચી હૈ!' જરૂર એ મહાત્માએ પૂર્ણાનન્દનો ક્ષણિક પણ આસ્વાદ માણ્યો હશે!
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ને મહેન્દ્રના વૈભવો, આ ઋષિને તુચ્છ લાગ્યા છે. આવત નહીં કોઈ માન મેં! ચિદાનંદની મસ્તીની તુલનામાં એ બધા દેવી વૈભવોની કોઈ વિસાત નથી, કોઈ ગણના નથી.
ચિદાનંદની મસ્તી એટલે વિ-લયા! વિશિષ્ટ લય અધ્યાત્મના માર્ગે ખૂબ આગળ વધી જતાં આ વિ-લયની પ્રાપ્તિ થાય છે. ત્યાં પછી ભૌતિક-વૈષયિક સુખ-વૈભવોનું જરાય મૂલ્ય રહેલું નથી. મફતમાં પણ લેવા એ યોગી તૈયાર ન હોય. એ સુખ-વૈભવો સામે જોવા પણ એ રાજી ન હોય. ચિદાનંદની મસ્તીનો વિશિષ્ટ લય લાગી ગયો પછી જગત સ્વપ્ન ભાસે.
કવિ, પોતાની એક ભૂલની કબૂલાત કરતાં સરળ ભાવે કહે છે. “ઈતને દિન તુમ નાહીં પિછાણ્યો, મેરો જનમ ગયો અજાનમેં...
અબ તો અધિકારી હોઈ બૈઠે, પ્રભુ-ગુણ અખય અજાનમેં..” જીવનનાં ઘણાં વર્ષો અજ્ઞાનમાં પસાર થઈ ગયાં... “હે વિશુદ્ધ પરમાત્મા, તમને આટલાં વર્ષોમાં ઓળખ્યા જ નહીં. મારી ભીતરમાં હોવા છતાં મેં તમને જાણ્યા નહીં... મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ... તમને બાહ્ય દુનિયામાં ખૂબ શોધ્યા.. તમને પામવા તપ કર્યું... સંયમ-ક્રિયાઓ કરી... છતાં અંતઃકરણ ભીંજાણું નહીં, લય પામ્યો નહીં.... તારું દર્શન ન થાય તો આ બધું જ તપસંયમ-ક્રિયા... ખોટાં છે, અર્થ વિનાનાં છે.'
તુમ કારણ તપ-સંયમ-કિરિયા, કહો કહાં લગી કીજે? તુમ દર્શન વિણ સબ યા જૂઠી, અંતર ચિત્ત ન ભીંજે
ચેતન અબ મોહે દર્શન દીજે... પણ હવે તો એ અંતઃકરણમાં બિરાજમાન પરમાત્માના અક્ષય ગુણખજાનાને જોઈ લીધો! બસ, એ ખજાના પર મારો અધિકાર થઈ ગયો! હવે કોઈ કમી નથી રહી. બધું જ મળી ગયું.
For Private And Personal Use Only