________________
Shri Mahavir Jain Aradhana Kendra
1)
www.kobatirth.org
૩૧. ચિદાનન્દની મોજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય આત્મસાધક,
સસ્નેહ આત્મવંદન,
હવે છેલ્લાં ૨૪ થી ૩૦ પત્રો તારે એકવાર નહીં, અનેકવાર વાંચવા પડશે. મનનપૂર્વક એકાગ્ર ચિત્તે વાંચવા પડશે. તો જ બોધ પ્રાપ્ત થશે અને લય, વિલય અને પ્ર-લયનું હાર્દ સમજાશે.
આજે તને એક રસપૂર્ણ કાવ્ય લખું છું. મારી દૃષ્ટિએ આ કાવ્યમાં લય છે, વિલય છે અને પ્ર-લય છે! આ કાવ્યની રચના કરનાર મારા-તારા જેવા સામાન્ય સાધક ન હતા. મહામનીષી હતા. યોગી કક્ષાના ઉચ્ચકોટિના વિદ્વાન હતા. યોગ અને અધ્યાત્મનાં ઊંચાં શિખરો સર કરેલાં હતાં.
પરમાત્મ-ધ્યાનમાં લય પામેલા એ મનીષી ગાય છે :
હમ મગન ભયે પ્રભુ-ધ્યાન મેં! બિસર ગઈ દુવિધા તન-મનકી અચિરા-સુત ગુણગાન મેં...હમ.
પ્રભુના, પરમાત્માના, વિશુદ્ધ આત્માના ધ્યાનમાં મગનતા આવી ગઈ! આ મગનતા એટલે જ લય! ન રહ્યા કોઈ તનના વિક્ષેપો કે ન રહ્યા કોઈ મનના વિકારો! તન-મન પરમાત્મધ્યાનમાં સ્થિર થઈ ગયાં! અને વચન તો પરમાત્માના અચિરાસુત-શાન્તિનાથ ભગવાન) ગુણગાનમાં પ્રવૃત્ત થઈ ગયું! આ રીતે
મન-વચન અને કાયાના યોગો પરમ આત્માના ધ્યાનમાં લય પામી ગયા! આગળ વધીને કહે છે :
હરિહર-બ્રહ્મ-પુરંદર કી ઋદ્ધિ, આવત નહીં કોઈ માન મેં,
ચિદાનંદ કી મૌજ મચી હૈ, સમતા૨સ કે પાન મેં...હમ.
પરમ-વિશુદ્ધ આત્માના ધ્યાનમાંથી સમતાનું પવિત્ર ઝરણું વહી નીકળે છે! એ સમતારસનું પાન કરનાર યોગી ચિદાનંદની અનુપમ મોજ માણે છે. ચિદાનન્દની મસ્તીમાં ઝૂમી ઊઠે છે.
‘સમતા-શતક'માં આ જ મહાકવિએ ગાયું છે :
For Private And Personal Use Only