________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સાતમી ભૂમિકા
..
તુર્ય અવસ્થા (પરમતત્ત્વમાં લયલીનતા)
ઉપરની જે સાત ભૂમિકાઓ બતાવી, તેમાંની પ્રથમ ત્રણ ભૂમિકાએ જે માણસ જીવે તેને મુમુક્ષુ કહે છે. ચોથી ભૂમિકાએ જીવનારને બ્રહ્મવિદ્ કહે છે. પાંચમી ભૂમિકાએ જીવનારને બ્રહ્મ-વિદ્વર કહે છે. છઠ્ઠી ભૂમિકાએ જીવનારને બ્રહ્મ-વિદ્વરીય કહે છે. સાતમી ભૂમિકાએ પહોંચનાર સાધકને બ્રહ્મવિદ્-વરિષ્ઠ કહે છે.
ત
જીવનમુક્તની સાત ભૂમિકા
હવે પાછા પત્રની મૂળભૂત વાત પર આવું છું. પેલું શ્વેત પક્ષી!
વિશુદ્ધ આત્માનુભવ ચિદાનંદ... પૂર્ણાનન્દ...
આ શ્વેત પક્ષી છે. તે પામવા માટે પેલા શિકારીની જેમ જંગલો, ખીણો, પહાડો અને નદીઓમાંથી પસાર થવું પડે. થાક્યા વિના એ દિશામાં પુરુષાર્થ કરતા જ રહેવાનું. રસ્તામાં હતાશ, નિરાશ માણસો તમને પાછા વળવાં કહેશે... તમારા ઉત્સાહને તોડી પાડવાની વાતો કરશે... કદાચ તમે ધૂની... પાગલ પણ કહેશે... તમારે એ બધી વાતોને અવગણી નાંખીને, આત્માનુભવનું શ્વેત પક્ષી મેળવવાનું છે! પેલા ‘ડહાપણ’ના વૃદ્ધે તમને કહેલુંને કે કષ્ટો વેઠચા વિના એ નહીં મળે! ઉપસર્ગ-પરિસહોને જીતીને. આત્માનુભવરૂપ લયને પ્રાપ્ત કરો, એ જ મંગલ કામના,
તા. ૧૧-૫-૯૮
(ચુનનિ
For Private And Personal Use Only