________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
લય-વિલય-પ્રલય
દરેક પદાર્થમાં જે સ્થિર અંશ હોય છે તેને ધ્રુવ અંશ કહેવાય છે. અને પરિવર્તનશીલ અંશોને ઉત્પત્તિરૂપ તથા વિનાશરૂપ અંશ કહેવાય છે.
કંઈક દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા જૈનસંઘમાં મહત્ત્વપૂર્ણ સ્થાને રહેલા પૂજનીય સાધુપુરુષો અને સાધ્વીજીઓ, આવા મૂળભૂત તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરતા નથી. ત્રિપદીની સાથે સાથે પદ્ધવ્ય, સાત નય, સાત નિક્ષેપ, સાપેક્ષવાદ, ઉત્સર્ગ માર્ગ – અપવાદમાર્ગ, નિશ્ચયમાર્ગ આ બધું જ્ઞાન તે તે ગ્રંથો ને શાસ્ત્રોમાં પડેલું છે. આનું અધ્યયન, અધ્યાપન નહીં થાય તો તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નહીં જ થાય.
આવા તત્ત્વચિંતનની ધારા વહેતી રહે, રાગ-દ્વેષ વિનાની આ ચિંતનયાત્રા હોય છે. આ ધારા ગંગાના પ્રવાહ કરતાંય વધુ પવિત્ર હોય છે. એટલે આવી ચિંતનની ધારામાં રહેનારા સાધકના આત્મા પર બાઝેલો કર્મોના પોપડા ઊખડી જતાં વાર નથી લાગતી. કારણ કે આ ચિંતનમાં મન-વચન-કાયાના યોગો સ્થિર બની શકે છે. એ સ્થિરતા લયયોગમાં પરિણમી જાય છે.
આ પત્રમાં આજે મારે તને પ્રભુએ આપેલી ત્રિપદી જ સમજાવવી છે. સંક્ષેપમાં સમજાવીશ. વિસ્તારથી લખવું હોય તો મોટું પુસ્તક લખવું પડે! “સત્'નું લક્ષણ બતાવ્યું છે “ઉત્પાબેયીયુ સત!”
એટલે કે જે ઉત્પત્તિ-વિનાશ અને નિત્યતાથી યુક્ત હોય તેને “સત્' કહેવાય. વિશ્વના તમામ જડ-ચેતન પદાર્થોમાં આ ત્રણ અંશો હોય જ છે. માટે સમગ્ર તત્ત્વજ્ઞાનની જનની આ ત્રિપદી છે. ધર્મતીર્થની સ્થાપના કરનારા તીર્થકરો પોતાના ગણધરોને સર્વપ્રથમ આ ત્રિપદી આપે છે. ત્રિપદી દ્વારા તેઓ વિશ્વનાં જડ-ચેતન તમામ દ્રવ્યોમાં થઈ રહેલી વ્યવસ્થિત સૂક્ષ્મ પ્રક્રિયાનો બોધ આપે છે. દરેક દ્રવ્યમાં જે સ્થિર અંશ હોય છે, તેને ધ્રુવ-અંશ કહેવાય. અસ્થિરપરિવર્તનશીલ અંશોને ઉત્પત્તિરૂપ અને વિનાશરૂપ અધ્રુવ-અંશો કહેવાય.
ઉત્પત્તિઃ માટીનો પિંડ પડ્યો છે. તેમાં ઘડો દેખાતો નથી. બહાર જઈને આવ્યા ને જોયું તો માટીનો પિંડ ઘડો બની ગયો છે. કુંભાર માટીના પિંડને ચક્ર પર ચઢાવીને ઘડો બનાવી દીધો! આનું નામ ઉત્પત્તિ, પહેલાં માટીના પિડમાં ઘડો દેખાતો ન હતો, વર્તમાનમાં દેખાય છે.
વિનાશ : માટીનો ઘડો પડ્યો છે. અખંડ છે, સુંદર છે. બીજા દિવસે જોયું તો ઘડો દેખાતો નથી. ઠીકરાં દેખાય છે! કોઈ માણસે ઘડો ફોડી નાંખ્યો છે. ઘડો નાશ પામ્યો છે. પહેલાં ઘડો દેખાતો હતો, હવે નથી દેખાતો, આનું નામ વિનાશ.
For Private And Personal Use Only