________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૬. ઉત્પત્તિ-વિનાશ અને ધ્રોથને
-
A—
——
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન,
અત્યારે તને રોજ એક નવો પત્ર મળે છે! વાંચજે, વિચારજે. પૂરી જાગૃતિ (અવેરનેસ) સાથે જગતને નિહાળવું, જગતના એક એક દ્રવ્યને જોવા, જ્ઞાનદૃષ્ટિથી જોવા, સમજવા અને પોતાની અંદર રહેલી ચેતના સાથે આસપાસ જોવા મળતી, સાંભળવા મળતી, સ્પર્શવા મળતી, સુંઘવા મળતી, સ્વાદવા મળતી અને અનુભવવા મળતી વૈશ્વિક ચેતનાનો લય મેળવવા મથવું એ જ આપણી જીવનસાધના બનવી જોઈએ. આ ભવ્ય માનવજીવનને અત્યંત મૂલ્યવાન તક માનીને આ સાધના કરવી જોઈએ.
આ બધું જ જોવાનું, સ્પર્શવાનું, સ્વાદવાનું.. વગેરે રાગ-દ્વેષ કર્યા વિના, મધ્યસ્થ ભાવે કરવાનું છે. તો જ લય જળવાશે. રાગ-દ્વેષ વચ્ચે આવશે તો લય તૂટી જશે.
વિજ્ઞાનના, ગણિતના, સંગીતના, નૃત્યના, પદાર્થવિજ્ઞાનના અને જીવવિજ્ઞાનના નિયમો તથા આવિષ્કારો દ્વારા વૈશ્વિક લય ઊઘડે છે. આજે મારે તને એક વિશિષ્ટ “પદાર્થવિજ્ઞાન' દ્વારા લયયોગની સાધના કેવી રીતે થઈ શકે, એ વાત લખવી છે.
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ૨૫૦૦ વર્ષો પૂર્વે જે ધર્મતીર્થન-ધર્મશાસનની સ્થાપના કરી, તેમાં તેમણે પોતાના મુખ્ય અગિયાર શિષ્યોને પહેલું પદાર્થજ્ઞાન આપ્યું:
'उत्पादव्यय ध्रौव्ययुक्तं सत्।'
(उप्पन्नेइ वा विगमेइ वा धुवेइ वा) જે દ્રવ્ય ઉત્પત્તિ-વિનાશ અને ધ્રુવતાથી વ્યક્તિ હોય તે સત્ કહેવાય અર્થાત્ પદાર્થ કહેવાય. વિશ્વના તમામ જડ-ચેતન પદાર્થોમાં આ ત્રણ અંશો હોય જ છે. માટે સમગ્ર તત્તવજ્ઞાનની જનની આ ત્રિપદી (ઉત્પત્તિ-વિનાશ-ધ્રૌવ્યતા) છે. ત્રિપદી આપીને તેઓ વિશ્વનાં જડ-ચેતન તમામ દ્રવ્યોમાં થઈ રહેલી સૂક્ષ્મ પ્રક્રિયાનો બોધ આપે છે.
For Private And Personal Use Only