________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૨૩
ગુણોના માધ્યમથી જે જીવોનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે, તે નીચે પ્રમાણે
છે.
૨. જ્ઞાન
૧. સમ્યક્ત્વ (તત્ત્વાર્થશ્રદ્ધારૂપ) (મતિજ્ઞાન, શ્રુતાદિજ્ઞાન) (ક્રિયાનુષ્ઠાનરૂપ) (શક્તિવિશેષ)
૩. ચારિત્ર
૪. વીર્ય
૫. શિક્ષા
(લિપિ-અક્ષરાદિ જ્ઞાનરૂપ)
આ મુખ્ય પાંચ ગુણો જીવમાં જ ઉત્પન્ન થાય છે એટલે ઔપચારિક ભાષામાં કહેવાય કે ‘જીવ આ ગુણોને પેદા કરે છે.'
ચેતન, આ રીતે, ષવ્યોના ચિંતન માટે આટલું થોડું જ્ઞાન તો હોવું જ જોઈએ. પદ્ધવ્યનું ચિંતન ‘મનોયોગ’ના સ્થિરીકરણમાં ખૂબ ઉપયોગી છે. આ તો બહુ સ્થૂલ વાતો લખી છે. એક-એક દ્રવ્ય પર કલાકોના કલાકો સુધી ચિંતન-મનન કરી શકાય તેટલું ઊંડાણ છે આ વાતોમાં, આ તત્ત્વજ્ઞાનમાં! જેટલું ઊંડાણ છે એટલો જ એનો વિશાળ વ્યાપ છે... આ ચિંતનમાં મનવચન-કાયાના યોગો સ્થિર થઈ જાય... તો ‘લયયોગ' બની જાય કે જે અપૂર્વ કર્મનિર્જરા કરાવે છે. જ્ઞાનાનન્દનો સ્વાદ ચાખવા મળે છે.
આજે બસ, આટલું જ .
તા. ૫-૫-૯૮
(ગ્રુપ્તસૂરિ
For Private And Personal Use Only