________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
૦ સૂર્યનો તડકો પણ પુદ્ગલપ્રેરિત છે.
Q જ્ઞાનાવરણ આદિ કર્મો પુદ્ગલસર્જિત છે.
૦ ઔદારિક, વૈક્રિય, આહા૨ક, તેજસ અને કાર્પણ-શરીરો પણ પુદ્ગલચિત છે.
ષડ્ દ્રવ્યોમાં લય
૦ જીવાત્માની શ્વાસોચ્છ્વાસની ક્રિયા પુદ્ગલપ્રેરિત છે.
૦ આપણાં બધાં સુખ-દુઃખ પુદ્ગલોનું પ્રદાન છે.
૦ જીવન પર અનુગ્રહ કરનારાં ઘી-દૂધ આદિ દ્રવ્યો પૌદ્દગલિક છે.
૦ મૃત્યુના કારણભૂત દ્રવ્યો ઝેર વગેરે પણ પૌદ્ગલિક છે.
આ બધા પુદ્દગલ સ્કંધરૂપ બની જીવદ્રવ્ય સાથે જોડાય છે ત્યારે જ આ બધાં કાર્યો નિષ્પન્ન થાય છે. સુખ-દુઃખનાં દ્વન્દ્વ પણ જીવમાં જે ઉત્પન્ન થાય છે, તે પુદ્ગલ-દ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થાય છે.
હવે થોડી વાતો ‘કાળદ્રવ્ય'ની કરી લઈએ.
૦ સ્ત્રી યોગ્ય સમયે ગર્ભ ધારણ કરે છે, પુત્રને જન્મ આપે છે, આ કાળનો પ્રભાવ છે.
O દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી માખણ બને છે, ઘી બને છે, આ કાળનું કામ છે.
૦ જમીનમાંથી અંકુર ફૂટે છે, છોડ થાય છે, તેના ૫૨ ફળ આવે છે, તેમાં પ્રેરક છે કાળદ્રવ્ય.
૦ કાળા વાળ ધોળા થાય છે, નવું વસ્ત્ર જૂનું થાય છે, આ છે કાળનો પરિણામ.
O છ ઋતુઓનું વિભાગીકરણ પણ કાળકૃત છે.
૦ અતીત-અનાગત અને વર્તમાનનો વ્યવહાર કાળકૃત છે.
૦ મોટા-નાનાનો વ્યવહાર પણ કાળકૃત છે.
For Private And Personal Use Only
૦ દ્રવ્યમાં રૂપ-૨સ-ગંધ આદિમાં પરિવર્તન કાળદ્રવ્યના લીધે થાય છે.
૦ જીવમાં જ્ઞાન-દર્શનાદિ ઉપયોગનું પરિવર્તન પણ કાળકૃત હોય છે. આ રીતે કાળદ્રવ્ય સમગ્ર વિશ્વ પર છવાયેલું છે.
હવે ચેતનદ્રવ્ય ‘જીવ’ અંગે થોડી વિચારણા કરીને પત્ર પૂર્ણ કરીશ.