________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
ઉત્પત્તિ-વિનાશ અને ધ્રૌવ્ય ધ્રૌવ્ય : ઘડો નહોતો અને ઉત્પન્ન થયો, ઘડો હતો ને નાશ પામ્યો. પરંતુ માટી તો કાયમ રહી. આ માટી તે ધ્રુવ-દ્રવ્ય કહેવાય.
ઘડો ઉત્પન્ન થયો ત્યારે મારી હતી, ઘડો નાશ પામ્યો ત્યારે પણ માટી હતી. માટી છે તો જ ઘડો ઉત્પન્ન થાય છે અને ઘડો નાશ પામે છે. ઉત્પત્તિ અને વિનાશ, ધ્રુવ-દ્રવ્ય પર આધારિત હોય છે.
હવે, આ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રૌવ્યને આત્મ-દ્રવ્યના માધ્યમથી સમજાવું. આત્મા ધ્રુવતત્ત્વ છે. મનુષ્યત્વ, દેવત્વ, તિર્યત્વ અને નારકત્વ ઉત્પત્તિશીલ અને વિનાશી અવસ્થાઓ-પર્યાયો છે. મનુષ્યત્વ નાશ પામે, દેવત્વ ઉત્પન્ન થાય, દેવત્વ નાશ પામે મનુષ્યત્વ ઉત્પન્ન થાય. મનુષ્યત્વ નાશ પામે પશુપણું ઉત્પન્ન થાય. તિર્યત્વ નાશ પામે નારકત્વ ઉત્પન્ન થાય...
આ મનુષ્યત્વાદિ પર્યાયો આત્મદ્રવ્યની શાશ્વત્ સત્તા પર આધારિત છે. આત્મા છે તો મનુષ્યત્વાદિ પર્યાયો છે. આત્મા ન હોય તો મનુષ્યત્વાદિ પર્યાયો ન હોઈ શકે. હવે એક વ્યાવહારિક દૃષ્ટાંતથી આ સતુની પરિભાષા સમજાવું.
આપણા હાથની એક આંગળીને જુઓ. તે સીધી છે. હવે તેને વાળી. જ્યારે આંગળી વળી ત્યારે તેની ઋજુતા-સરળતા નાશ પામી, વક્રતા પેદા થઈ પણ આંગળી તો આંગળી તરીકે કાયમ રહી. આંગળી ધ્રુવ કહેવાય. ઋજુતાનો નાશ કહેવાય અને વક્રતાની ઉત્પત્તિ કહેવાય. આ રીતે આંગળી “સત્” નિશ્ચિત થઈ!
આ તત્ત્વદૃષ્ટિથી “આત્માને સાત પ્રકારે નિર્દિષ્ટ કરાય છે : ૧. “ચાત્ તિા’ ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે માટે. ૨. “રચી નાસ્તિા’ ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત નથી માટે. રૂ. ચાહ્નિ જ નત્તિ ચા” ઘડો ઘડા રૂપે સત્ છે પણ કાંઠલા રૂપે અસત્ છે.
માટે ઘડાને “છે પણ ખરો અને નથી પણ ખરો” એમ બંને રીતે કહી શકાય. ૪. ‘ા અવળા ' બે ધર્મોનું એક સાથે કથન ન કરી શકાય છે પણ અને નથી પણ.” આવું કોઈ વચન જ નથી, માટે અવક્તવ્ય કહેવાય. અકથનીય
કહેવાય. ૬. ચાત્ બસ્તિ ૫ ગવચા ઘડાને જ્યારે પોતાના પર્યાયોથી અને એકસાથે
For Private And Personal Use Only