________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ - 33. આંતરથાણામાં આઠ વિઘ્નો - TA.
પ્રિય આત્મસાધક, સનેહ આત્મવંદન.
આજે મારે તને ચિદાનંદથી પૂર્ણાનન્દની આંતર-યાત્રામાં આવતાં આઠ વિદ્ગો બતાવવાં છે. વિપ્નો પણ આંતરિક જ છે, ભાવાત્મક છે. એ વિદ્ગો પર વિજય મેળવવા, એને સારી રીતે જાણવાં જોઈએ.
૧. પહેલું વિઘ્ન છે જાતીય વાસના, મૈથુનની વૃત્તિ. પુરુષે “પુરુષવેદ” ને શાન્ત કરવો પડે, સ્ત્રી-સાધિકા હોય તો એણે સ્ત્રીવેદ શાન્ત કરવો પડે. અર્થાત્ સાધકે સેક્સના આવેગોથી મુક્ત બનવું પડે. જો કે આ કામ સરળ નથી. મનુષ્યમાં “મૈથુન સંજ્ઞા' પ્રબળ હોય છે. માટે પ્રતિક્ષણ જાગૃતિ જોઈએ. બાહ્યઆત્યંતર તપશ્ચર્યા દ્વારા, જ્ઞાન-ધ્યાનની સતત રમણતા દ્વારા અને વિવિધ સંયમયોગોની આરાધના દ્વારા સાધક મૈથુનવૃત્તિ પર વિજય મેળવી શકે.
૨. બીજું વિશ્ન છે. કષાયોનું. કષાયોને મંદ-મંદતર કરવા પડે. ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી અને લોભને સંતોષથી શાન્ત કરવાં પડે. દૃઢ નિર્ધાર કરે સાધક, તો અવશ્ય સફળતા મળે.
૩. ત્રીજું વિઘ્ન છે હાસ્યનું. હાસ્ય ઉપજાવે એવો પ્રસંગ ઊભો થાય ત્યારે સાધક સ્વસ્થ રહે. હસી ન પડે. કંઈ એવું જોઈ લીધું, સાંભળી લીધું કે જે હાસ્યપ્રેરક હોય, છતાં તમારે હસવાનું નહીં. સમજણપૂર્વક નહીં હસવાનું. સમગ્ર સંસારના જડ-ચેતન ભાવોને જ્ઞાનદૃષ્ટિથી જોનાર મહાત્માને સંસારમાં કંઈ વિચિત્ર લાગતું નથી. બધું જ સંભવિત લાગે છે. જ્ઞાની દરેક ઘટનાના કાર્યકારણભાવ જાણે છે, પછી એ કેવી રીતે હસે? હર્ષમાંથી હાસ્ય પ્રગટે છે. આત્મભાવમાં લીન સાધકના હૃદયમાં હર્ષનો વિકાર (આમેય હર્ષ આંતર શત્રુ છે!) ટકી શકે નહીં. હસવાનું નિમિત્ત ઉપસ્થિત થવા છતાં જે હસે નહીં તે સ્વસ્થ કહેવાય.
૪. ચોથું વિન છે રતિનું. ઇન્દ્રિયોના વિષયોમાં રતિ નહીં કરવાની. રાજી નહીં થવાનું. રતિ થવી, રાજી થવું એ પૂર્ણાનન્દ તરફની યાત્રામાં મોટું વિગ્ન છે. વિષયોમાં પ્રીતિ નહીં કરવાની. વિષયાસક્તિ અસ્વસ્થતા છે. આત્મભાવમાંસ્વભાવમાં સ્થિર રહેવું તે સ્વસ્થતા છે. અનાત્મભાવમાં-વિભાવમાં રહેવું તે
For Private And Personal Use Only