________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
અનંત અને અમર છીએ. અમે એ પૂર્ણ પુરુષનાં દર્શન કરવા અને તેમનો બોધ તેમના સ્વમુખે સાંભળવા આવ્યા છીએ.”
તે સ્ત્રી બોલી : “અરણ્યવાસી શ્રમણો, તમે સાચા સ્થાને જ આવ્યા છો, તે પરમ તપસ્વી ગુણાશીલ ચૈત્યમાં બિરાજમાન છે. ત્યાં તમે રાત્રિ વિતાવી શકશો, કારણ કે ત્યાં તેમનો બોધ સાંભળવા ભેગા થયેલા અસંખ્ય લોકો માટે પર્યાપ્ત વ્યવસ્થા છે.'
અનંતના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. “ઓહ, તો તો અમે અમારા લક્ષ્યસ્થાને આવી પહોંચ્યા છીએ! અમારા પ્રવાસનો અંત આવી ગયો. તે માતા! અમને કહે કે તમે વર્ધમાનને ઓળખો છો? તમે તમારી સગ્ગી આંખે તેમને નીરખ્યા છે?'
હે આરણ્યક શ્રમણો, મેં ઘણીવાર એ પરમ તેજસ્વી વર્ધમાનને જોયા છે...” અનંત અને અમરે એ સ્ત્રીનો આભાર માન્યો અને વિદાય લીધી. તેમને ગુણશીલ ચંત્યનો માર્ગ પૂછવાની જરૂર ન પડી. હજારો યાત્રિકો અને વર્ધમાનના સાધુઓ ગુણશીલ ચંત્ય તરફ જતા હતા.
આરણ્યક જીવનથી ટેવાયેલા બે શ્રમણોએ સત્વરે શાન્તિપૂર્વક રાત રહેવાનો આશ્રય શોધી કાઢ્યો. ત્યાં તેઓ સવાર સુધી રહ્યા. સૂર્યોદય સમયે ત્યાં રાત્રિ વ્યતીત કરનારા હજારો શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુઓને નીરખીને અનંત તથા અમર વિસ્મય પામ્યા. આ ભવ્ય ઉપવનના માર્ગો પર શ્વેત વસ્ત્રધારી સાધુઓનું આવાગમન ચાલુ હતું. કોઈ શ્રમણો કોક વૃક્ષ નીચે ધ્યાનલીન બેઠા હતા. કોઈ આધ્યાત્મિક ભાષણ સાંભળતા હતા. મોટા ભાગના સાધુઓ તેમના મધ્યાન ભોજન માટે ભિક્ષાપાત્ર લઈને નીકળ્યા હતા. સ્વયં વર્ધમાન ભિક્ષા લેવા નહોતા જતા.
સર્વજ્ઞ વીતરાગ વર્ધમાન પોતાના માર્ગે શાન્તિપૂર્વક જતા હતા. તેઓ જાણે ભીતરમાં સ્મિત રેલાવતા હોય તેવું લાગતું હતું. તેમની મુખમુદ્રા, તેમનાં પગલાં, તેમની શાન્ત સ્વસ્થ નજર, તેમનો નીચે ઝૂલતો શાંત હાથ અને હાથોની પ્રત્યેક આંગળી આ સહુમાં લયનું પ્રાગટય હતું. શાંતિનો ઉદ્દગાર હતો. પૂર્ણતાનો ઉદ્ગાર હતો. તે સહુમાં નહોતી ઝંખના, નહોતું કશાકનું અનુસરણ. તે સહુમાં સ્વસ્થતાનું સાતત્ય હતું. અલુપ્ત પ્રકાશ હતો અને અભેદ્ય શાન્તિ હતી. અનંતે-અમરે એમને ઓળખી લીધા. એ દેહમાં નહોતી ઝંખના, નહોતો સંકલ્પ કે નહોતી કૃત્રિમતા, નહોતો પુરુષાર્થ...! હતી સહજતા... પરમલય અને માત્ર શાન્તિ.
For Private And Personal Use Only