________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૦૫ (૨) નીલ લેગ્યા: આ લેશ્યાવાળો જીવ ઈર્ષ્યાળુ હોય, કદાગ્રહી હોય, અજ્ઞાની
હોય, માયાવી, નિર્લજ્જ, વિષયલંપટ, કેપી, રસલોલુપ, આરંભી, અવિરત
સુદ્ર અને સાહસિક હોય. (૩) કાપોત લેશ્યા : આ વેશ્યાવાળો જીવ વાંકું બોલનાર, ખોટા આચરણવાળો,
કપટી, ગૂઢ હૃદયી, સ્વદોષોને છુપાવનાર, પરિગ્રહી, મિથ્યાદૃષ્ટિ, અનાર્ય, મર્મભેદી, દુષ્ટવચન બોલનારો, ચોર, મત્સરી હોય છે. આ ત્રણ અશુભ લેશ્યાઓ છે. (૪) તેજો વેશ્યા : આ વેશ્યાવાળો જીવ નમ્ર હોય, ચંચળતારહિત હોય, નિષ્કપટ, કુતૂહલરહિત, વિનીત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સ્વાધ્યાયશીલ,
તપસ્વી, પ્રિયધર્મા, દઢધર્મા, પાપભીરુ અને હિતેષી હોય. (૫) પદ્મ લેશ્યા : જેનામાં કષાયો અલ્પ હોય, જેનું ચિત્ત પ્રશાંત હોય, જે
મનોજયી હોય, જે અલ્પભાષી હોય, ઉપશાન્ત હોય અને જિતેન્દ્રિય હોય,
તે પદ્મ લેશ્યાવાળો જીવ હોય. () શુક્લ લેશ્યા : આ વેશ્યાવાળો જીવ ધર્મધ્યાની હોય, શુક્લધ્યાની હોય.
શાંતચિત્ત હોય, સમિતિ-ગુપ્તિવાળો હોય, સરાગ કે વીતરાગ હોય, ઉપશાંત ને જિતેન્દ્રિય હોય. ચેતન, એકાંતમાં મૌન ધારણ કરીને ધર્મધ્યાનમાં લીન બનનાર સાધક આવી તે જોવેશ્યા - પધ લેશ્યા કે શુક્લ લેગ્યામાં રમે છે. એના પરિણામે એ વિશિષ્ટ આત્માનુભવની પ્રાપ્તિ કરે છે. જોકે આત્માનુભવરૂપ લયયોગની વાત તો હવે પછી કરવાની છે, અત્યારે તો મનોજય કરવા માટે એકાંત, મૌન અને ધ્યાનની સાધના અંગે લખી રહ્યો છું.
હવે તમે ધ્યેયમાં જ લીન બનવા પ્રયત્ન કરો. જેમ જેમ એ લીનતા વધતી જશે તેમ તેમ તમારું આંતરસુખ વધતું જશે. તમે અનુભવતા જશો કે, “હું સુખી છું, મારું સુખ વધતું જાય છે.'
જો તમે ધ્યેય-પરમાત્માને જ વીસરી જ શો, ધ્યેયહીન જીવન જીવતા રહેશો તો તમારું મન સ્થિરતા નહીં પામે. તમે સુખ પણ નહીં પામો. તમને તમારી જાત દુઃખી લાગશે.
એક વાત ગાંઠે બાંધી લો : ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાનો સમય જ પરમાનંદના અનુભવનો સમય છે. પરમ બ્રહ્મની મસ્તીનો કાળ છે. સાધક જીવન જીવવાનો અપૂર્વ લહાવો છે. માટે ધ્યેયમાં લયલીન બની જાઓ. કુશળ રહો. તા. ૩-૫-૯૮
@દગુપ્ત
For Private And Personal Use Only