________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૪
આનંદ શ્રાવક : ધર્મધ્યાન
૪. સંસ્થાન વિચય : ષદ્ભવ્ય, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરી, વિશ્વવ્યવસ્થાનો નિર્ણય કરવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રીતે ધર્મધ્યાન કરવાથી મનના અધ્યવસાય, મનનાં પરિણામ શુભ બને છે, શુદ્ધ બને છે. પરિણામે ધર્મધ્યાની આત્મા વિરક્ત બને છે. તેના આત્મામાં વૈરાગ્યની જ્યોત પ્રજ્વલિત થાય છે.
'धर्मध्यानमुपगतो वैराग्यमाप्नुयाद् योग्यम् ।'
:
ચેતન, ધર્મધ્યાન કરનાર વૈરાગી તો બને, પણ ધર્મધ્યાન કરનાર મનુષ્ય કેવો હોવો જોઈએ, તેનું વર્ણન ‘શ્રી આવશ્યળ સૂત્ર'માં વાંચવા મળે છે ૧. ધર્મધ્યાની, શ્રી જિનેશ્વર ભગવંતના ગુણોની પ્રશંસા-કીર્તન કરનાર હોય. ૨. નિગ્રન્થ મુનિજનોના ગુણોની પ્રશંસા કરનાર હોય, તેમનો વિનય કરનાર અને તેમને અન્ન-વસ્ત્ર-પાત્રાદિનું દાન આપનાર હોય.
૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત હોય, શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિતપ્રભાવિત કરવાના લક્ષવાળો હોય.
૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર હોય.
૫, ઇન્દ્રિયસંયમ અને મનઃસંયમ કરવામાં જાગ્રત હોય.
હવે વાત રહી ‘લેશ્યાશુદ્ધિ'ની. વિશુદ્ધ ધ્યાનથી લેશ્યાશુદ્ધિ થાય જ અને લેશ્યા શુદ્ધ હોય તો આત્મામાં ધ્યેયરૂપ પરમાત્માનું પ્રતિબિંબ પણ પડે.
‘લેશ્યા’ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે : ‘નિયતે-શિષ્યતે ર્મા સદ આત્મા અનયતિ તૈશ્યા।' જેના દ્વારા આત્મા કર્મોથી બંધાય તેને લેશ્યા કહેવાય. આમ તો પરિણામ કહો, અધ્યવસાય કહો કે લેશ્યા કહો, સમાન જ છે. જુદા જુદા મહર્ષિ-આચાર્યોએ જુદી જુદી વ્યાખ્યાઓ કરી છેઃ
-
નીવપરિણામો તેયા) (ભગવતીસૂત્ર-ટીકામાં)
યોગપરિણામો જેશ્યા। (પ્રજ્ઞાપનાસૂત્ર-ટીકામાં)
યોગનિમિત્તા તૈશ્યા। (શ્રી મલગિરિ આચાર્ય) લેશ્યાઓ છ પ્રકારની હોય છે.
(૧) કૃષ્ણ લેશ્યા : આ લેશ્માવાળો જીવ પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત હોય, ત્રણ ગુપ્તિઓથી અગુપ્ત હોય, છકાયની હિંસા કરનાર, તીવ્ર આરંભમાં પરિણત, ક્ષુદ્ર, સાહસિક, નિર્દય, નૃશંસ અને ઇન્દ્રિયપરવશ હોય.
For Private And Personal Use Only