________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાતાનાં ૧૦ લક્ષણો સાધ્વીએ એ દશ્ય જોયું. મને ત્યાં સ્થિર થયું. ધ્યેય ભુલાઈ ગયું. દૃશ્ય જોઈને વિચાર આવ્યો : “આ વેશ્યા કેવી સુખી છે! પાંચ પાંચ પુરુષોનો પ્રેમ પામી છે!” ધ્યેયરૂપ પરમાત્મા કરતાં વેશ્યાનું સુખ એને વધુ વહાલું લાગ્યું. અને બીજા ભવમાં એ દ્રૌપદી થઈ, પાંચ પાંડવોની પત્ની બની. ધ્યાનમાં દૃષ્ટિનો સંયમ
અનિવાર્ય છે. માટે દૃષ્ટિ નાકના અગ્રભાગ ઉપર સ્થિર રાખવાની કહી. ૭. મનોવૃત્તિનિરોધ: મનના વિચારો ઇન્દ્રિયોને અનુસરે છે. ધ્યેયમાં મનની સ્થિરતા કરનાર સાધક પોતાની મનોવૃત્તિઓને રોધે છે. તીવ્ર વેગથી દોડતા વિચારોના પ્રવાહને ખાળે છે. મન ધ્યેયમાં લીન થાય એટલે ઇન્દ્રિયોના વિષયોમાં દોડતું મન બંધ થઈ જાય. મનનો સંબંધ પરમાત્મા સાથે બંધાયો, ઇન્દ્રિયો સાથેનો સંબંધ કપાઈ જ જાય. ઇન્દ્રિયો સાથેનો મનનો સંબંધ
કપાઈ જાય, પછી મજેથી પરમાત્મસ્વરૂપમાં મન બંધાઈ જવાનું. ૮. પ્રસન્ન : કેટલી બધી પ્રસન્નતા હોય એ ધ્યાનીને! પરમાત્મસ્વરૂપમાં લીન
થવાનો આદર્શ રાખીને ધ્યાની પુરુષ ધ્યેય સુધી પહોંચી જાય, એના આદર્શની સિદ્ધિ પ્રાપ્ત કરે, ત્યારે એની પ્રસન્નતાનું પૂછવું જ શું? એના એક-એક રોમ વિકસ્વર થઈ જાય. એનું હૃદય અકથનીય આનંદ અનુભવે છે. એના મુખ પર સૌમ્યતા-પ્રસન્નતા છવાઈ જાય છે. એને ન હોય કષાયોની હૈયાહોળી કે
ન હોય સંતાપ, ધ્યાની મહાત્મા આવી પ્રસન્નતાનું સુખ અનુભવે છે. ૨. ગામત્ત: અમદા... આળસ... વ્યસન.. આ બધા વળગાડોને સેંકડો માઈલ દૂર મૂકી આવીને ધ્યાતા પુરુષ પરમાત્મસ્વરૂપની નિકટ પહોંચે છે. એના અંગઅંગમાં સ્કૂર્તિ હોય. એના મનમાં અપૂર્વ ઉત્સાહનો થનગનાટ હોય. એ બેઠો હોય કે ઊભો હોય, એ ભવ્ય વિભૂતિ ભાસે. એ મૂર્તિમંત ચૈતન્ય દેખાય. પરમાત્માની જ જાણે પ્રતિકૃતિ હોય, તેવો લાગે. અપ્રમત્ત ધ્યાનીની
વાણી પ્રાણીઓના પ્રાણોને નવપલ્લવિત કરે છે. ૧૦. વિલાનન્દ્રામૃત-ક્સનુમવી : ધ્યાની પુરુષને રસ હોય છે માત્ર જ્ઞાનાનંદનો રસાસ્વાદ કરવાનો. એ સિવાય સંસારમાં એને કોઈ જ રસ ન હોય. બીજું બધુ જ નિરસ લાગે. જ્ઞાનાનંદનું અમૃત જ એને ભાવે.
આવો ધ્યાની મહાત્મા પોતાના અંતરંગ સામ્રાજ્યનો વિસ્તાર કરતો કેવું વિશુદ્ધ આત્મતત્ત્વ બનાવે છે! એના સામ્રાજ્યનો એ જ સ્વામી!
આવા ધ્યાની બની, એકાંતમાં મૌન રહી ધ્યાન કરવાનું છે. પત્ર અહીં જ પૂરો કરું છું. તા. ૨-૫-૯૮
For Private And Personal Use Only