________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
લય-વિલય-પ્રલય જોયું.. પત્નીઓની આંખો તો પૃથ્વીચંદ્ર પર મંડાયેલી જ હતી. થોડો સમય મૌનમાં વીત્યો. પૃથ્વીચંદ્ર કહ્યું :
મારે તમને થોડી વાત કહેવી છે.' નાથ! કહો, અમે સાંભળવા તત્પર છીએ.” તમને વૈષયિક સુખો ગમે છે?” “ગમે છે.” ‘તમે વૈષયિક સુખોના પરિણામનો વિચાર કર્યો છે?' “ના.” “પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો ભોગવતાં તો મધુર લાગે, પરંતુ પરિણામે ઝેર જેવાં છે. આ સુખોને જિનેશ્વરોએ કિંપાક ફળની ઉપમા આપી છે. એ ફળ ખાવામાં મીઠું હોય, પણ ખાધા પછી માણસ મરી જાય છે. મારી આ વાત તમને સમજાય છે?'
‘હા સમજાય છે.” “હવે બીજી વાત, અગ્નિમાં લાકડાં નાંખતા જવાથી આગ વધે કે ઘટે ?' વધે!” તેમ ભોગસુખ ભોગવતાં ભોગસુખની ઇચ્છા વધે છે. તૃપ્તિ થતી નથી.' સાચી વાત કહી.”
સમુદ્રમાં હજારો નદીઓ ઠલવાયા કરે છે, છતાં શું દરિયો ધરાઈ-પુરાઈ જાય છે ખરો?
ના.'
એમ ગમે તેટલાં વિષયસુખો ભોગવો, ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. સંસારમાં અનાદિકાળથી આપણો જીવ ભટકે છે. એ અનંતકાળમાં જીવે જે ટલું અન્ન ખાધું છે, તે ભેગું કરવામાં આવે તો મોટો પહાડ થઈ જાય! વળી, આપણા જીવે દેવલોકમાં કેટલાં ભોગસુખો ભોગવ્યાં છે? તો પણ જીવ ધરાયો નથી, તો આ નાનકડા મનુષ્યજીવનના તુચ્છ-અસાર ભોગસુખોથી જીવ ધરાશે ખરો?' ‘ના!'
તમે આઠેય સમજદાર ને વિવેકી સ્ત્રીઓ છો. તમે જો મનમાંથી ભોગસુખોની ઇચ્છા ફેંકી દો તો આપણે ભવસાગરને તરી જઈએ!'
For Private And Personal Use Only