________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
પૃથ્વીચન્દ્ર ઃ ગુણસાગર રંજ થતો હતો. યૌવનમાં આવવા છતાં એના શરીર પર અનંગ છવાયો ન હતો. અનેક કળાઓમાં પ્રવીણ બનવા છતાં એનામાં ઔદ્ધત્ય પ્રવેશ્ય ન હતું. રાજા-રાણીને ભય લાગ્યો - ‘કુમાર શ્રમણ બની જશે... ગૃહવાસ ત્યજી વનવાસમાં ચાલ્યો જ શે!'
એક દિવસ રાણી પદ્માવતીએ પૃથ્વીચંદ્રને કહ્યું : “બેટા, હવે અમે તારાં લગ્ન કરવા ઇચ્છીએ છીએ.” “મા, લગ્ન કરવાની મારી ઇચ્છા નથી.”
પણ તારા પિતાની અને મારી ઇચ્છા છે કે આઠ રાજ કન્યાઓ સાથે તારાં લગ્ન કરવાં... તું અમારી ભાવનાને તોડીશ નહીં.”
એટલામાં રાજા હરિસિંહ પણ આવી ગયા. તેમણે વાતનો દોર પકડીને કહ્યું: “વત્સ, તે જન્મથી વૈરાગી છે, અમે જોઈ રહ્યા છીએ. તને વૈપિયક સુખો ગમતાં નથી. છતાં તને પરણાવવાની મારા હૃદયમાં તીવ્ર ઇચ્છા છે. માટે તું ના ન પાડીશ.” પૃથ્વીચંદ્ર મન રહ્યા. રાજાએ આઠ કન્યાઓ સાથે પૃથ્વીચંદ્રનાં લગ્ન કરી દીધાં. રાજા-રાણીને નિરાંત થઈ ગઈ, ‘રૂપમાં રંભા જેવી, લાવણ્યમાં ઉર્વશી જેવી અને વાણીમાં સરસ્વતી જેવી આઠ-આઠ સ્ત્રીઓના સંગે હવે પૃથ્વીચંદ્ર સાધુ થઈ જવાનું ભૂલી જશે. એનો વૈરાગ્ય રાગના પૂરમાં તણાઈ જશે.... સંસારમાં સ્થિર થઈ જશે!'
પૃથ્વીચંદ્ર વિચારે છે : “પિતાજીના આગ્રહને વશ થયો અને આ નવી ઉપાધિ આવી પડી! પરંતુ હું મારી આઠે પત્નીઓને સત્ય સમજાવું. સાચું સુખ શામાં છે એ વાત સમજાવું. જો એ સમજી જાય તો એ આઠે પત્નીઓ સાથે હું સંયમવ્રત ગ્રહણ કરું! પછી માતા-પિતાને પણ પ્રતિબોધ આપીને એમનેય મોક્ષમાર્ગે ચઢાવી દઉં! એક વાત નક્કી છે કે આઠેય સ્ત્રીઓને મારા પ્રત્યે અનુરાગ છે, એટલે એમને મારી વાત તો ગમવાની જ. માતા-પિતા તો મને અનહદ ચાહે છે... એટલે તેમને બુઝવવા સહેલા છે!' પૃથ્વીચંદ્ર પોતાના શયનખંડમાં જાય છે,
શણગારેલા પલંગ પાસે ગોઠવાયેલા સુંદર સિંહાસન પર બેસે છે. આઠે નવોઢા પત્નીઓ તેની સામે બેસી જાય છે. પૃથ્વીચંદ્ર આઠ પત્નીઓ સામે
For Private And Personal Use Only