________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
151
૧૧. પૃથ્વીથ% ગુણસાગર,
અસંખ્ય વર્ષો પૂર્વેની આ કથા છે. મહર્ષિઓએ શાસ્ત્રોમાં ગૂંથેલી આ કથા છે.
આ કથા સંસ્કૃત ભાષામાં લખાયેલી છે, પ્રાકૃત ભાષામાં રચાયેલી છે. ગુજરાતી કાવ્યોમાં ગવાયેલી છે. જૈન સંઘમાં જાણીતી અને મનગમતી આ કથા
અયોધ્યામાં ત્યારે હરિસિંહ રાજા રાજ્ય કરતા હતા. તેમની પટ્ટરાણી હતી પદ્માવતી. તેમનો એકનો એક લાડકવાયો પુત્ર હતો પૃથ્વીચંદ્ર.
પૃથ્વીચંદ્રનો આત્મા અનુત્તરદેવલોકમાં “સર્વાર્થસિદ્ધ' નામના મહાવિમાન (દિવ્યભવન)માંથી આયુષ્ય પૂર્ણ થતાં, ચ્યવીને પદ્માવતીની કૂખે આવ્યો હતો.
સર્વાર્થસિદ્ધ' દેવલોકના દેવો અસંખ્ય વર્ષોના આયુષ્યવાળા હોય છે. ત્યાં રંગ-રાગ કે ભોગવિલાસ નથી હોતા. ત્યાં દેવોનો સમય તત્ત્વચિંતનમાં જ વધારે પસાર થતો હોય છે. એમની માનસિકતા વીતરાગ જેવી હોય છે. ન રાગ, ન કૅપ! કપાયો હોય ખરા, પણ સત્તામાં! ઉદયમાં ન આવે. અસંખ્ય વર્ષના આવા સંસ્કારો લઈને એ આત્મા મનુષ્યલોકમાં અયોધ્યાના રાજમહેલમાં રાજ કુમારરૂપે અવતર્યા. ૦ જન્મથી જ વૈરાગી! ૦ જન્મથી જ શાન્ત-પ્રશાન્ત! ૦ રૂપવાન, ગુણવાન અને બુદ્ધિમાન! 0 પૈર્ય, વીર્ય અને સૌન્દર્યનો સમન્વય! ૦ સૌને એનું મુખ વહાલું લાગે. એની વાણી પ્રિય લાગે, એનો વ્યવહાર સૌને
પસંદ પડે. ૦ એને ગીત-ગાન ગમતાં નથી. સાજશૃંગાર ગમતા નથી. નાટક અને નૃત્ય
જવાં ગમતાં નથી. ૦ એને ગીત અને વિલાપમાં કોઈ ભેદ દેખાતો નથી. રત્નોનાં અને તેમનાં આભૂષણો ભારરૂપ લાગે છે. રાજા-રાણી રાજકુમારને જોતાં હતાં. ક્યારેક રાજી થતાં તો ક્યારેક મનમાં
For Private And Personal Use Only