________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
ફૂગડુ મુનિ કૂરગડુ મુનિની નિત્ય ભોજનની ક્રિયાને પેલા તપસ્વીઓએ જોઈ, તિરસ્કારી; પરંતુ એમની આંતરિક ગુણસંપત્તિનું મૂલ્યાંકન ન કર્યું! માણસ જ્યારે પોતાનું જ ગૌરવ ગાવામાં ઘેલો થાય છે ત્યારે એ બીજાના આંતરિક ગુણવૈભવને જોઈ શકતો જ નથી.
એ તો શાસનદેવીએ ભલું કર્યું! એ ચારેને ધિક્કાર્યા અને ફ઼રગડુ - કેવળજ્ઞાનીનાં ચરણોમાં ઝુકાવી દીધા અને જ્યાં તપના મદના પોપડા ખરી પડચા... કે આત્માનુભવરૂપ લય લાગી ગયો... પછી કોઈ વિધ્ન ન આવ્યું. અને તેઓ પૂર્ણાનંદમય કેવળજ્ઞાન અને વીતરાગતા પામી ગયા.
આત્મજ્ઞાનમાં, સમત્વમાં, ઉદાસીનતામાં લય લાગ્યું જવો જોઈએ.
For Private And Personal Use Only