________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
પૃથ્વીચન્દ્ર : ગુણસાગર એ માટે અમારે શું કરવાનું? આપ જેમ કહો તેમ કરવા અમે તૈયાર છીએ!” આઠે સ્ત્રીઓ લઘુકર્મી હતી. ચરમશરીરી હતી. ‘આપણે સંયમધર્મ સ્વીકારીએ!' અમે સંયમધર્મ સ્વીકારવા તૈયાર છીએ...'
બસ, ખૂબ આનંદ થયો. સંતોષ થયો. આપણને સદ્ગુરુ મળશે એટલે સંયમ સ્વીકારીશું. હમણાં તો રાજમહેલમાં સાધ્વી-ભાવ સાધ્વી બનીને રહો!'
પૃથ્વીચંદ્રના આત્માને ખૂબ સંતોષ થયો. એની પ્રશાંતવાહિતા અખંડ રહી. એના આત્મજ્ઞાનનો લય નિરાબાધ રહ્યો.. પૂર્વજન્મની “સર્વાર્થસિદ્ધ' દેવલોકની અસંખ્ય વર્ષોની જ્ઞાનમગ્નતા... પરબ્રહ્મમગ્નતા લઈને અહીં જન્મેલો હતો ને!”
માતા-પિતાને ખબર પડી કે કુમારે તો આઠે પત્નીઓને પ્રતિબદ્ધ કરી સંયમ-ધર્મ લેવા તત્પર કરી દીધી છે! તેઓ ચિંતાના સાગરમાં ડૂબી ગયા.
હવે કુમારને સંસારમાં રાખવા શું કરવું જોઈએ?” રાણીએ પૂછુયું. એક ઉપાય છે.' બતાવો...”
રાજસિંહાસને એનો રાજ્યાભિષેક કરી દઈએ. રાજા બનશે એટલે પ્રજાનું હિત કરવાની જવાબદારી આવશે.. એટલે દીક્ષા નહીં લઈ શકે!”
હા, આ ઉપાય શ્રેષ્ઠ છે!” આપણે નિવૃત્ત થઈને યથાશક્તિ આત્મકલ્યાણ સાધીશું..” બરાબર છે આપની વાત!' મહારાજાએ તરત જ પૃથ્વીચંદ્રને બોલાવીને કહ્યું : “વત્સ, હવે હું રાજ્યથી નિવૃત્ત થવા ઇચ્છું છું, શુભ મુહૂર્ત તારો રાજ્યાભિષેક કરવાનો છે.” - પૃથ્વીચંદ્ર વિચારમાં પડી ગયા... “એક આફતમાંથી તો પાર ઊતર્યો. આ વળી બીજી આફત આવી... પરંતુ પિતાજી નિવૃત્તિ લેવા ચાહે છે, તો મારે તેમની જવાબદારી ઉઠાવી લેવી જોઈએ.”
શુભ મુહૂર્ત પૃથ્વીચંદ્રનો રાજ્યાભિષેક થઈ ગયો.
હવે પૃથ્વીચંદ્ર “મહારાજા પૃથ્વીચંદ્ર' બની ગયા. જો કે સદ્દગુરુના આગમનની પ્રતીક્ષા તો હતી જ.
૦ ૦ ૦.
For Private And Personal Use Only