________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
રોગોનું મૂળ : મનોવિકૃતિ આરબ દેશોમાં કેટલીક શતાબ્દીઓ પૂર્વે એક પ્રસિદ્ધ ચિકિત્સક થઈ ગયા. તેમનું નામ હતું હકીમ ઈમ્બેસીમા. એમણે પોતાના પુસ્તક “કાનૂનમાં પોતાના અનેક ચિકિત્સા-અનુભવોના ઉલ્લેખ કર્યો છે કે અમુક પ્રકારના માનસિક તનાવોના કારણે શરીરમાં અમુક પ્રકારની વિકૃતિઓ અથવા બીમારીઓ, ઉત્પન્ન થાય છે. ચિકિત્સા-ઉપચારમાં તેમણે ઔષધિના બદલે દર્દીની મનઃસ્થિતિ બદલવાના ઉપાયો કરવાનું કહ્યું છે અને એ રીતે અસાધ્ય લાગતા રોગો સરળતાથી દૂર થઈ ગયા.
વાસ્તવિકતા એ છે કે આપણી અંતઃચેતનાનું, વિચારણાનું અને ભાવનાઓનું જેવું સ્તર હોય છે એને અનુરૂપ આપણાં મન-મસ્તિષ્ક, નાડી-સંસ્થાન અને અવયવોન ક્રિયાકલાપ નિર્મિત થતા રહે છે. આંતરિક ઉદ્વેગની ગરમી સમગ્ર શરીરને પ્રભાવિત કરે છે અને એટલો તાપ પેદા કરે છે કે જેથી જીવનલય પોતાની નૈસર્ગિક કોમળતા અને સરળતાને ગુમાવી બેસે છે. મનના વિકારો એક પ્રકારની એવી ગ ભીતરમાં જલતી રાખે છે કે જેથી સ્વાથ્ય માટેનાં તત્ત્વો સ્વતઃ નષ્ટ થતાં જાય છે. પરિણામે શાંતિ અને સમત્વ મનુષ્ય નિરંતર ગુમાવતો જાય છે, જે માણસોને ચિંતા, ભય, ક્રોધ, અસંતોષ રહેતાં હોય છે તેઓ નિરાશાથી ગ્રસ્ત બની જાય છે. ઈર્ષા, દ્વેષ, કપટ, મત્સર વગેરેની
પ્રવૃત્તિઓ થતી રહે છે, તેથી એ માણસોનાં મન હંમેશાં ઉદ્વિગ્ન રહે છે. આવી વિષમ સ્થિતિમાં કોઈ માણસનું સ્વાથ્ય સંતુલિત નથી રહી શકતું.
માટે એ જ સારું છે કે અનાવશ્યક ઉત્તાપ ઉત્પન્ન કરનારા મનોવિકારોથી અને વિક્ષોભોથી બચવું. શાંત, સંતુલિત, લયયુક્ત જીવનપદ્ધતિ અપનાવીને જીવવું. બસ, આજ આટલું જ. તા. ૧૯-૪-૯૮
કયુમ્નસૂર
For Private And Personal Use Only