________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭િ. શ્રી રામચન્દ્રજી
લક્ષ્મણના અકાળે અવસાન થયા પછી શ્રીરામે સંસારત્યાગ કર્યો હતો. તેઓ “શ્રી રામભદ્ર મહામુનિ' બની જંગલોમાં રહેતા હતા. વનમાં પશુઓ મહામુનિની ચારેબાજુ ટોળે મળતાં. મહામુનિ સામે ટગર-ટગર જોયા કરતાં. વનની અધિષ્ઠાયિકા દેવીઓ પ્રગટ થતી, મહામુનિની સ્તુતિપ્રાર્થના કરતી. પરંતુ મહામુનિ તો એમના આત્મધ્યાનમાં લીન રહેતા.
ક્યારેક મહિનાના ઉપવાસ. ક્યારેક બે મહિનાના ઉપવાસ! ક્યારેક ત્રણ મહિનાના ઉપવાસ,
ક્યારેક ચાર ચાર મહિનાના સળંગ ઉપવાસની ઘોર તપશ્ચર્યા કરતા. એમને જલદીથી જલદી કર્મોનાં બંધનો તોડવાં હતાં. તેઓ તપની સાથે જ ભિન્ન ભિન્ન આસનો લગાવીને ધ્યાનમાં લીન રહેતા હતા. ક્યારેક પર્યકાસન કરતા તો ક્યારેક ઉત્કટિક આસને ધ્યાન ધરતા. ક્યારેક એક પગ પર ઊભા રહી, બંને હાથ ઊંચા રાખી, સૂર્ય સામે દૃષ્ટિ સ્થિર કરી ધ્યાન કરતા. ક્યારેક માત્ર અંગૂઠા પર ઊભા રહેતા, ક્યારેક પગની એડી પર ઊભા રહેતા. જુદાં જુદાં આસનો દ્વારા અને ધ્યાન દ્વારા તેમણે તન-મનની પ્રવૃત્તિ પર વિજય મેળવ્યો હર્તા. તપ અને ધ્યાન દ્વારા તેમણે કઠોર કર્મોનાં બંધન તોડવા માંડ્યાં હતાં.
ઘણો સમય વનમાં વિતાવી તેમણે “કોટિશિલા'નામની શિલા તરફ વિહાર કર્યો. તેમણે કોટિશિલા પર આસન જમાવ્યું. નિરપેક્ષ વૃત્તિ! બાહ્ય ભાવો તરફ પૂર્ણ ઉદાસીનતા, સંસાર અને મોક્ષ પ્રત્યે સમભાવ! ન રાગ, ન ષ. તેઓ ધર્મધ્યાનની ઉચ્ચતમ સપાટી પર પહોંચ્યા. આ રીતે શ્રી રામભદ્ર મહામુનિ તીવ્ર વેગથી આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ ધસી રહ્યા હતા. આત્માનુભવરૂપ લય-વિલય પ્રાપ્ત થયો હતો ત્યારે બારમા દેવલોકમાં એક અવનવી ઘટના આકાર લઈ રહી હતી.
સીતાજી! તેમણે ચારિત્રજીવનનું વિશુદ્ધ પાલન કર્યું હતું. આયુષ્ય પૂર્ણ થતાં બારમા દેવલોકમાં દેવેન્દ્ર બન્યાં હતાં. દેવેન્દ્ર સીતેન્દ્ર! તેમને અવધિજ્ઞાન હતું. સીતેન્દ્રને અચાનક શ્રીરામ સ્મૃતિમાં આવ્યા. “રામ શું કરતા હશે? કઈ સ્થિતિમાં હશે?' જિજ્ઞાસા પ્રગટી. તરત જ અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. સીતેન્દ્ર પ્રત્યક્ષ
For Private And Personal Use Only