________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
અનંત અને અમર ધ્યાન કરીશું, છતાં આપણે નિર્વાણ-આત્માનુભૂતિ પ્રાપ્ત નહીં કરી શકીએ. કોઈપણ એ પ્રાપ્ત નહીં કરી શકે. આપણને આશ્વાસન જડે છે આત્મવંચના માટે આપણે તર્ક-યુક્તિઓ જાણીએ છીએ, પણ આપણને સાચો સીધો આત્માનુભવનો માર્ગ મળતો નથી.'
અનંત, તું આવું ન બોલ.' અમરે કહ્યું : “એવું તે કેવી રીતે બને કે આટઆટલા વિદ્વાનોમાંથી આટઆટલા શ્રમણોમાંથી, આટલા બધા તપસ્વીઓમાંથી, સાધકોમાંથી, સમર્પિત પવિત્ર પુરુષોમાંથી કોઈનેય સાચો માર્ગ ન જડે?”
મૃદુ છતાં કંક દુઃખી સ્વરે, વેદનાભર્યા સ્વરે ને કંઈક મજાકીયા સ્વરે કહ્યું : અમર, મારી સતત તૃષા આત્માનુભવની છે. આત્મજ્ઞાનની છે. આ મારી તૃપા લગીરે ઓછી નથી થઈ. શ્રમણોના આ લાંબા માર્ગે ચાલતાં હું થાકી ગયો છું. પ્રશનોથી હું સદા ઘેરાયેલો રહ્યો છું. મેં શ્રમણોને, વિદ્વાનોને, શાસ્ત્રવિશારદોને પ્રશ્નો પૂક્યા છે. મેં પવિત્ર આગમોને પ્રશ્નો પૂછયા છે. પણ શાસ્ત્રો ને આગમો તો દિપ્રદર્શનમેવ” - માત્ર દિશાબોધ જ કરાવે છે, અમર, કોઈપણ વ્યક્તિ શાસ્ત્રોમાંથી કશું જ શીખી શકતી નથી. માત્ર વાદ-વિવાદ જ શીખે છે. હું માનતો થયો છું કે વિદ્વાન અને વિદ્વત્તા સિવાય જ્ઞાનનો-આત્મજ્ઞાનનો કોઈ વધારે નઠોર શત્રુ નથી.'
અનંતનાં આ વચનોથી અમરને દુ:ખ થયું. તેણે બે હાથ ઊંચા કરીને કહ્યું : ‘મિત્ર, આવી વાતથી તારા આ મિત્રને દુઃખી ન કર.”
આ બે યુવકો ત્રણ વર્ષ સુધી આ રીતે આરણ્યક શ્રમણજીવન કે જે તાપસનું જીવન હતું, તે જીવ્યા. આરણ્યક શ્રમણ સંસ્કૃતિનો પ્રારંભ ભગવાન ઋષભદેવના. સમયમાં જ થઈ ગયો હતો. ભગવાન ભદેવે જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે ભગવાન પર અત્યંત ભક્તિ અને પ્રેમ ધરાવતા કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર રાજાઓએ પ્રભુની સાથે જ દીક્ષા લીધી હતી.
ભગવાને ગામ-નગરોમાં વિહાર ચાલુ કર્યો. ઉપવાસના પારણે ભગવાનને કોઈપણ ઘરેથી ભિક્ષા ન મળી. કેમકે તે કાળે દાનધર્મ પ્રવર્તેલો ન હતો. લોકો ખૂબ સરળ હતા. ભિક્ષા ન મળતાં પણ પ્રભુ અદીન મનવાળા હતા. સ્વસ્થતાથી ભૂખ-તરસ વગેરે સહન કરતા હતા. કચ્છ-મહાકચ્છ વગેરે ચાર હજાર રાજર્ષિઓ. પણ પ્રભુની સાથે સુધા-તૃષા વગેરે સહન કરતા વિહાર કરતા હતા. પરંતુ
For Private And Personal Use Only