________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૨૫૩ ક્ષણિક ઔષધ જ હોય છે. તેને નશામાં સ્વની અનુભૂતિ નથી થતી. તે વેદના વીસરી જાય છે. શરાબના બે-ચાર પ્યાલા પર ઊંઘતો શરાબી જે અનુભૂતિ કરે છે, તે અનંત અને અમર લાંબાગાળાના યોગાનુભવથી કરે છે.”
અમર બોલ્યો : “તું આવું કહે છે અનંત? અનંત દારૂડિયો નથી. ખરેખર દારૂડિયો મુક્તિ અનુભવે છે. સાચે જ તે ક્ષણિક વિરામ કે આરામ અનુભવે છે. પણ તે ભ્રમણામાંથી પાછો ફરે છે, એનો દારૂનો નશો ઊતરી જાય છે ત્યારે બધું જેવું હતું તેવું ને તેવું જ જુએ છે. તે વધુ શાણો નથી બનતો. તે જ્ઞાન પ્રાપ્ત નથી કરતો, તે જરાય ઊંચે નથી ચઢતો.”
અનંતના મુખ પર સ્મિત રેલાયું. તેણે કહ્યું : “હું જાણતો નથી. હું ક્યારેય દારૂડિયો ન હતો. પણ હું એટલું તો જાણું છું કે મારા યોગમાં તથા ધ્યાનમાં હું અનંત, માત્ર ક્ષણિક વિરામ પામું છું. અને હું શાણપણથી, મુક્તિથી દૂર હોઉ છું. અમર, આટલું તો હું જાણું છું.” તેના મુખમાંથી એક શ્લોક સરી પડ્યો :
किं क्लिष्टेन्द्रियरोधेन किं सदा पठनादिभिः?
किं सर्वस्वप्रदानेन, तत्त्वं नोन्मिलितं यदि ।। ‘ઇન્દ્રિય-નિગ્રહોથી શું? શું સદા પઠનાદિથી? સર્વસ્વ દાનથીય શું? પ્રગટ્યું નહીં તત્ત્વ જો!' બીજા એક પ્રસંગે જ્યારે અનંત અને અમર ભિક્ષા લેવા ગામ તરફ ગયા ત્યારે માર્ગમાં અનંતે અમરને પૂછયું : “ખરેખર, અમર! આપણે સાચા માર્ગે છીએ? કે પછી આપણે – જેમણે ચક્રમાંથી ભાગી છૂટવાનું વિચાર્યું હતું, એવા આપણે હજી કદાચ વર્તુળોમાં જ ઘૂમીએ છીએ?'
અમર બોલ્યો : “મિત્ર, આપણે ઘણું ઘણું શીખ્યા છીએ અને હજુ ઘણું શીખવાનું બાકી છે. આપણે વર્તુળમાં નથી ઘૂમતા. આપણે ઊંચે જઈ રહ્યા છીએ. માર્ગ સર્પિલ છે અને આપણે ઘણાં પગથિયાં ચઢી ચૂક્યા છીએ.”
અનંતે પૂછયું : “આપણા સૌથી વૃદ્ધ શ્રમણ કે જે આપણા પૂજ્ય ગુરુ છે, તેમને કેટલાં વર્ષ થયાં હશે? તું શું માને છે?'
અમરે કહ્યું : “તેમને લગભગ ૭૫ વર્ષ થયાં હશે...'
અનંત બોલ્યો : “તેમને ૭પ વર્ષ થયાં છતાં તેમને નિર્વાણ પ્રાપ્ત થયું નથી. આત્મસાક્ષાત્કાર થયો નથી. તેઓ ૮૦ કે ૯૦ વર્ષના થશે અને તું તથા હું તેમના જેટલા જ વૃદ્ધ થઈશું અને યોગ કરીશું, શાસ્ત્રો ભણશે, તપ કરીશું,
For Private And Personal Use Only