________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
સ્કંદકાચાર્ય
બાલમુનિએ કહ્યું : ‘ગુરુદેવ, તમે મને શ્રી નવકારમંત્ર સંભળાવજો. હું સમતાભાવમાં સ્થિર થઈ કર્મોને હણી નાંખીશ.'
સ્કંદકાચાર્ય બાલમુનિને ભેટી પડ્યા, અને કહ્યું : ‘મુનિ! તમે બહાદુર છો! વીર છો! કર્મોને હણી નાંખજો. બોલો જય ઋષભદેવ! જય મુનિસુવ્રત'' બાલમુનિ ઘાણીમાં કૂદી પડ્યા. સ્કંદકાચાર્યે ભવ્ય નિર્યામણા કરાવી. મુનિ મોક્ષે
ગયા.
પાંચસો-પાંચસો સાધુઓને ભેદજ્ઞાની બનાવી, સમતાભાવમાં ચિદાનંદનો અનુભવ કરાવી... સહર્ષ મૃત્યુને ભેટતા કર્યા અને મુક્તિગામી બનાવ્યા. તે આચાર્ય સ્વંય પાલક પ્રત્યે રોષથી ધમધમી ઊઠયા. તેમનો લય તૂટી ગયો. પ્રકૃષ્ટ લય તરફની યાત્રા સ્થગિત થઈ ગઈ.
‘રે પાપી પાલક, તેં મારી એક વાત પણ ન માની? ખેર, મારી તપશ્ચર્યાનું ફળ મને જો મળવાનું હોય તો આ દુષ્ટ પાલક, તેનો રાજા દંડક, તેનું કુળ, તેનું રાષ્ટ્ર... બધાંનો હું સંહારક બનું.' આવો મનોમન નિર્ણય કરી તેઓ ઘાણીમાં કૂદી પડચા, પણ તેઓ મોક્ષ ન પામ્યા, દેવલોકમાં દેવ થયા. ‘અગ્નિકુમાર દેવ'
થયા.
કષાયો મનનો લય તોડે છે. કષાયો પ્રકૃષ્ટ લય સુધી જીવાત્માને પહોંચવા દેતા નથી. પાંચસો શિષ્યોને પ્રલય પમાડી મુક્તિમાં પહોચાડનારા આચાર્ય સ્વયં લયભગ્ન બન્યા... અગ્નિકુમાર દેવ બની સંકલ્પ મુજબ કુંભકારકટ નગરને બાળી નાખ્યું. પુરંદરયશા (આચાર્યની બહેન)ને શાસનદેવીએ ઉપાડીને ભગવાન મુનિસુવ્રત પાસે મૂકી. ત્યાં તેણે ચારિત્ર સ્વીકાર્યું.
કુંભકારકટ નગરનું રાજ્ય નાશ પામ્યું, તે આ દંડકારણ્ય બન્યું! સુગુપ્ત મહર્ષિએ વાત પૂરી કરી.
ચેતન, કુંભકારકટ નગરના બાહ્ય ઉદ્યાનમાં કેવી સંહારલીલા ખેલાઈ ગઈ? નિર્દોષ આચાર્ય અને નિર્દોષ ૫૦૦ સાધુઓ ઘાણીમાં પિલાઈ ગયા! લાખોકરોડો વર્ષોના ઇતિહાસમાં આ રીતે સાધુઓને પ૦૦ સાધુઓને ઘાણીમાં પીસી નાંખવાનું બીજું દૃષ્ટાંત મળશે નહીં.
પણ સંસારમાં આવું બધું બનવું સ્વાભાવિક છે. મહત્ત્વની વાત તો એ છે કે ધોર પાપકર્મના ઉદયને ૫૦૦ સાધુઓએ આત્મશુદ્ધિનો વિશિષ્ટ સફળ પ્રયોગ બનાવી દીધો! અનંત અનંત કર્મોનો નાશ કરવાનું અપૂર્વ પરાક્રમ દાખવ્યું.
For Private And Personal Use Only