________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
પ્રભંજના ત્યાં આસોપાલવ નીચે ટોળે વળીને બેઠાં હતાં. કપિવૃંદ ચંપા અને કદંબનાં ફૂલઝાડો પર ઠેકતાં હતાં. સફેદ શિલાઓ પર ઊડતાં ને બેસતાં પોપટનાં ટોળાં જાણે રંગોળીની રમત રમી રહ્યાં હતાં. મૃગ અને મૃગી કુંજના એક ખૂણે લપાઈ તારામૈત્રક સાધી રહ્યાં હતાં. સ્નેહની નવી સૃષ્ટિ ત્યાં ખીલેલી હતી.
યોગીને યોગસમધ ચઢી જાય, ભોગીને ભોગસમાધિ લાધી જાય એવું એ વાતાવરણ હતું. મીઠી મીઠી હવા રસિયાને રસવિહાર માણવા આમંત્રણ આપતી હતી.
ત્યાં સામેથી શ્વેતવસ્ત્રધારી દંડધારી એક વિશાળ શ્રમણી વૃંદ આવી રહ્યું હતું. નીચી દૃષ્ટિએ ને મધ્યમ ગતિએ એ વૃંદ પ્રભંજનાની નિકટ પહોંચ્યું કે તરત જ પ્રભંજના રથમાંથી નીચે ઊતરી ગઈ. પાછળ આવતો કાફલો ઊભો રહી ગયો. પ્રભૂજનાની ખાસ સખીઓ પણ રથોમાંથી ઊતરી પ્રભૂજનાની પાસે આવીને ઊભી રહી ગઈ.
મુખ્ય સાધ્વી હતાં સુપ્રતિષ્ઠિતા. સૌમ્ય આકૃતિ હતી. આંખોમાં વાત્સલ્ય ને કરુણા હતાં. વાણીમાં મધુરતા અને મોહતા હતી. એમના વ્યક્તિત્વ પર આત્મજ્ઞાનની આભા પથરાયેલી હતી.
પ્રભંજનાએ બે હાથ જોડી, મસ્તક નમાવી વંદના કરી. સાધ્વીએ પ્રશ્ન કર્યો:
રાજકુમારી, આટલા મોટા સમૂહ સાથે, આટલા વર્ષથી શા કામે અને ક્યાં જવા પ્રયાણ આદર્યું છે?'
“હે પૂજ્યા, હું વિદ્યાધર રાજકુમારી પ્રભંજના છું. વૈતાઢ્ય પર્વત ઉપર મારા માટે મારા પિતાએ સ્વયંવર રચ્યો હતો. પરંતુ મને મારે યોગ્ય કોઈ વરે પસંદ ન પડ્યો, એટલે આ આર્યખંડમાં યોગ્ય વરની પસંદગી કરવા નીકળી છું.' નમ્રતા અને વિનયથી પ્રભંજનાએ કહ્યું.
બે ક્ષણ મૌન રહી, પ્રભૂજનાની આંખોમાં આંખો પરોવીને સુપ્રતિષ્ઠિતા સાધ્વી બોલ્યાં :
હે પુણયશાલિની, જિનેશ્વરોએ ભોગસુખોને દુઃખરૂપ કહ્યાં છે. ભોગોનું પરિણામ રોગો છે. વૈષયિક સુખો હલાહલ વિષ સમાં છે, એ સુખોને તારા જેવી મતિમંત રાજકુમારી અમૃત સમાં માને છે? કુમારી, આ વૈષયિક સુખોના ભોગથી રાગ-દ્વેષ વધે છે અને તેથી ભવભ્રમણ વધે છે.”
આટલું કહીને સાધ્વી અટક્યાં. પ્રભંજનાએ કહ્યું :
For Private And Personal Use Only