________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય.
૧૫ હે ઉપકારી, આપે કહ્યું તે નર્યું સત્ય છે. પરંતુ આ ભૂલ તો જીવ અનાદિકાળથી કરતો આવ્યો છે. હું સમજું છું કે વૈષયિક સુખો સાચાં સુખો નથી. પણ આ સુખભોગની કુટેવ છૂટે કેવી રીતે? જે જીવો આ વૈષયિક સુખોનો ત્યાગ કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે. અમે તો પગલાનંદી પામર જીવો છીએ.
સાધ્વી પ્રભૂજનાની વાત શાંતિથી સાંભળી રહ્યાં. બે ક્ષણ મૌન રહી, પ્રભંજનાએ પોતાની વાત આગળ વધારી.
“હે આર્યો, અધ્યાત્મરસામૃતના પાનથી મુનિવરો સુખભીના રહે છે. હું જાણું છું અમારા વૈતાઢ્ય પર્વત ઉપર પણ વિદ્યાધર મુનિવરોનાં મેં દર્શન કરેલાં છે. મારાં માતા-પિતા સાથે એ મુનિવરોના ઉપદેશ પણ ક્યારેક ક્યારેક સાંભળેલા છે. એમનાં ઉત્તમ ચરિત્રો મેં જાણ્યાં છે. તેઓ પર-પરિણતિના ત્યાગી હોય છે. પરભાવમાં તેમને રતિ નથી હોતી. તેઓ સ્વભાવમાં રમણતા કરતા હોય છે.
હે પૂજ્યા, અમારે પણ પરપુગલ-સંગ નિવારવો ઘટે. પરંતુ જડ-પુદ્ગલમાં ચૈતન્ય પરિણત થઈ ગયું છે.' પ્રભંજનાની આંખોમાં થોડો વિષાદ તરી આવ્યો. તેની પાસે ઊભેલી સખી બોલી :
હે રાજ દુહિતા, તારી વાત સાચી છે, પણ અત્યારે તો આપણે જે પ્રયોજનથી નીકળ્યા છીએ, એ પ્રયોજન સાધીએ. પછી...ઉત્તરાવસ્થામાં પરમપદ પામવા ધર્મ-પુરુષાર્થ કરજે!'
મારી સખી, એ તો કાયરતાની વાત છે. પહેલાં ધર્મ-પુરુષાર્થ જ કરવો ઈએ.”
પુર્યોદયથી છલબલતાં સરોવરોને કાંઠે ઊગેલાં દેવદારૂનાં વૃક્ષો પ્રકૃતિની જયપતાકા સમાં મંદમંદ અનિલ-લહરીમાં ડોલી રહ્યાં હતાં. યક્ષ-ગંધર્વ ને કિન્નરોથી ભરેલાં ક્રીડાવનો પર થઈને રાતી ચાંચવાળા રાજહંસ માનસરોવર તરફ જઈ રહ્યા હતા. પર્વતની ટેકરીઓ પર મીઠી દૂર્વા ચરતી સુરભિ અને ચમરી ગાયો વાતાવરણને આત્મિક બનાવતી હતી. સાધ્વી સુપ્રતિષ્ઠિતા મધુર-ગંભીર સ્વરે બોલ્યાં :
રાજકુમારી, ખરેખર આ સંસાર ક્લેશમય છે, દુઃખરૂપ છે. આવા સંસારને હિતકારી-સુખકારી માનવો, એક પ્રકારનો મિથ્યા આવેશ છે. તારી સખીએ કહ્યું કે “પહેલાં” સંસારસુખ ભોગવી લો, પછી ધર્મપુરુષાર્થ કરજો..” એ વાત તો એવી છે કે પહેલાં શરીરને ગં કરો, પછી એને ધોઈ નાંખો. આ શિષ્ટ પુનો આચાર નથી.
For Private And Personal Use Only