________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
પ્રભંજના તે પતિની શોધ કરીશ. એની સાથે લગ્ન કરીશ.. પણ આ સંબંધ શું શાશ્વત રહેશે? જીવનના દ્વારે મહાકાળ ઊભેલો જ હોય છે. લગ્નની ચોરીમાંથી
સ્ત્રી કે પુરુષને ઉપાડી જાય! પરણ્યાની પહેલી રાતે અપહરણ કરી જાય! સંબંધો કાચા ધાગાના તાંતણા જેવા છે... ગમે ત્યારે તૂટી જાય. માટે આવા ક્ષણિક સંબંધો શા કામના? જો મોહાધીનતાને ત્યજી શકે તો સંયમનો માર્ગ લઈ શકે. મનુષ્યજીવનને સફળ કરી શકે.'
પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વનખંડમાં એક તરફ એક હજાર વિદ્યાધર કન્યાઓનો કાફલો મૌન ઊભો છે. બીજી બાજુ સેંકડો શ્રમણ ભૂમિ પર દંડ ટેકવીને, ભૂમિ પર દૃષ્ટિ સ્થિર કરીને, મનોમન પરમાત્મસ્મરણ કરતી ઊભી
વચ્ચે ઊભાં છે સાધ્વી સુપ્રતિષ્ઠિતા અને રાજકુમારી પ્રભંજના.
સાધ્વીનાં જ્ઞાનપૂત વચનોએ પ્રભંજનાના હૃદયને ઢંઢોળ્યું. એ સ્થિર ઊભી હતી. સાથ્વીનાં તત્ત્વસભર વચનોએ એને આત્મનિરીક્ષણ કરવા પ્રેરિત કરી. સાધ્વી મૌન રહ્યાં. પ્રભંજના પણ મૌનના મહાસાગરમાં તરવા લાગી. એને ચિંતનનો લય લાગી ગયો. કાયયોગ અને વચનયોગ સ્થિર બન્યા. એનું ચિંતન શરૂ થયું.
“આ સાધ્વીજીએ સાચું કહ્યું. અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે સર્વે જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો કરેલા છે. માતાના, પિતાના, ભાઈના, બહેનના, પત્નીના, પુત્રીના.. બધા જ સંબંધો કરેલા છે. શત્રુ મરીને મિત્ર થાય છે, મિત્ર મરીને શત્રુ પણ બને છે... આ બધો સંસારનો સ્વભાવ છે.
વસ્તુસ્વભાવે તો આત્મસત્તા જ સાચી છે. “આ મારો, આ પરાયો' - આ બધા આરોપિત ભાવો છે. હું મારા સ્વભાવનો ભોક્તા છું. મૂળ સ્વરૂપે અમૂર્ત ને અરૂપી છે. અક્ષય અને અનૂપ છું.
આમ તો મારો આત્મા સિદ્ધ સમાન જ છે! હું આ શરીરથી જુદો છું. શરીર અને આત્મા જુદાં છે. બધા જ પુદ્ગલભાવોથી હું આત્મા, જુદો છું.”
પ્રભંજનાએ ધર્મધ્યાનમાંથી શmધ્યાનમાં પ્રવેશ કર્યો. એનું મન સમતાયોગમાં સ્થિર થઈ ગયું. એના આત્મામાં પૂર્ણાનન્દની ઉષા પ્રગટી ગઈ.
- અવેદી-નિર્વિકાર બની ગઈ. - અકષાયી બની. - પૂર્ણ સમત્વ પામી.
For Private And Personal Use Only