________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
લય-વિલય-પ્રલય
- પ્ર-લય લાગી ગયો. મન મરી ગયું. - ઘાતકર્મો ખરી પડયાં. - કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું - એક ગૃહસ્થ સ્ત્રીને કેવળજ્ઞાન પ્રગટ્યું!
સ્વર્ગમાંથી દેવો ઊતરી આવ્યા. પ્રભંજનાને સાધ્વી-વેશ આપ્યો. સ્વર્ણકમલની રચના કરી. ભૂમિ સુગંધી જલથી સુવાસિત કરી. પુષ્પોની વૃષ્ટિ કરી. સૌથ્વી પ્રભંજના સ્વર્ણકમલ પર આરૂઢ થયાં.
સાધ્વી સુપ્રતિષ્ઠિતાએ અને સર્વે સાધ્વીઓએ કેવળજ્ઞાનીને વંદના કરી. ગદ્ગદ સ્વરે સ્તવના કરી.
પ્રભૂજનાની સાથે આવેલી એક હજાર વિદ્યાધર કન્યાઓએ દીક્ષા લીધી. કેવળજ્ઞાની મહાસાધ્વી પ્રભંજનાએ વર્ષો સુધી આ પૃથ્વી પર વિચરી વિશ્વ પર ઉપકાર કર્યો. આયુષ્યકર્મ પૂર્ણ થતાં અઘાતી કર્મો નાશ પામ્યાં.
પ્રભંજનાનો આત્મા સિદ્ધ-બુદ્ધ ને મુક્ત બન્યો. (નોંધ : “વસુદેવ હિંડી' ગ્રંથના આધારે આ કથા લખી છે.)
For Private And Personal Use Only