________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨. બાહુબલી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન ઋષભદેવના બે પુત્રો,
ભરત અને બાહુબલી.
બીજા ૯૮ પુત્રોએ સંસારત્યાગ કરી ભગવાનનાં ચરણોમાં સમર્પણ કર્યું હતું. ૯૮ રાજકુમારો કેવળજ્ઞાની બની ગયા હતા.
ભરતને ચક્રવર્તી બનવાનું હતું. પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરવા તેણે સાઠ હજાર વર્ષો સુધી યુદ્ધો કર્યાં. પૃથ્વી પરના બધા જ રાજા-મહારાજાઓને પરાજિત કર્યા, તે અયોધ્યા પાછો આવ્યો. પરંતુ ચક્રવર્તી તરીકે રાજ્યભિષેક તો જ થાય, જ્યારે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ કરે.
ચક્રરત્ને આયુધશાળામાં પ્રવેશ ન કર્યો. કારણ કે હજુ એક રાજા અપરાજિત હતો, તે હતો બહલી-દેશનો રાજા બાહુબલી! ભરતનો જ નાનો ભાઈ. અજોડ પરાક્રમી અને દુર્ઘર્ષ યોદ્ધો! એણે ભરતની આધીનતા સ્વીકારી ન હતી. સ્વીકારવા તૈયાર પણ ન હતો. ભરતના દૂતોને તિરસ્કારી ભગાડી દીધા હતા.
ભરતે બાહુબલી સાથે યુદ્ધ જાહેર કર્યું. સાગર જેવી વિશાળ-વિરાટ સેના સાથે ભરતે બહલી-દેશ તરફ પ્રયાણ કર્યું. બાહુબલીએ પણ ભરતનો પ્રતિકાર કરવા પોતાની યુદ્ધકુશળ સેના સાથે બહલી-દેશની સીમા પાસે ગંગાના તટ પર પડાવ નાંખ્યો.
જો આ યુદ્ધ થાય તો પૃથ્વીનો વિનાશ થઈ જાય', આ શંકાથી દેવલોકના દેવો જાગ્રત થયા. 'આ બંને ઋષભ-પુત્રો, એક શરીરના બે હાથ જેવા છે. તેમનો સામસામો સંઘર્ષ કેમ થાય? આ યુદ્ધ કોઈપણ રીતે અટકાવવું જોઈએ.’
દેવો વિષ્ટ્રિકાર બન્યા.
ભરતને સમજાવ્યો - સેના-યુદ્ધ નહીં કરવું.
બાહુબલીને સમજાવ્યો - સેના-યુદ્ધ ન કરવું.
યુદ્ધ માત્ર બે રાજાઓએ જ કરવું, બંને સેનાઓ પ્રેક્ષક બને.
યુદ્ધોના પ્રકારો નિશ્ચિત થયા.
૧. દૃષ્ટિયુદ્ધ
૨. વાયુદ્ધ – સિંહનાદ
For Private And Personal Use Only