________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.પ્રભંજની
પ્રલય પછીનું જાણે એક પ્રભાત ખીલતું હતું. સૃષ્ટિ નવ-નવા રંગે ચમકતી હતી. ઉષા પોતાની તેજકિરાવલિઓ પાથરવા ફરી આવી પહોંચી હતી. પંખીઓ રંગીન પાંખો પ્રસારતાં ગાવા લાગ્યાં હતાં. ચિત્ર-વિચિત્ર રંગોવાળાં પતંગિયાં મધુ આસ્વાદવા ઠેર ઠેર ભમતાં હતાં.
દિશાઓ નવા રંગે ધોળાઈ રહી હતી. માર્ગો ધોવાઈને સ્વચ્છ બન્યા હતા. દૂર દૂર વહેતો સરપ્રવાહ પ્રવાસીઓનાં નેત્રોને ઘેરા લાલ રંગે આકર્ષી રહ્યો હતો. અને એક રમણીય વનખંડમાંથી નવયૌવનાઓનો એક મોર્ટો કાફલો પસાર થઈ રહ્યો હતો.
વૈતાઢચ પર્વત ઉપર વસેલી ચકકા નગરી. રાજા ચક્રાયુધ અને રાણી હતી મદનલતા. તેમની એકની એક રાજકુમારી પ્રભંજના!
વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરોનાં મોટાં મોટાં નગર. સુખ-સમૃદ્ધિ અને સૌંદર્યથી ભરપૂર. પૂર્વ અને પશ્ચિમના બે સમુદ્રોને અવગાહીને ઊભેલો વૈતાઢય પર્વત ઊંચે આભને ટેકો દઈને ઊભો છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને વિભાજિત કરનારો આ પર્વત છે.
આ પર્વત પરના રાજા ચક્રાયુધની પુત્રી પ્રભંજના પોતાના મનપસંદ પતિની શોધ કરવા આર્યદેશમાં ઊતરી આવી હતી. એક હજાર વિદ્યાધર કન્યાઓ એની સાથે હતી. રાજા ચક્રાયુધના મંત્રી, સેનાપતિ અને નાની એવી રક્ષક સેના સાથે હતી. પ્રભંજના!
એના યૌવનમાં સ્વર્ગની સુરાનો મદ હતો. એણે કમળપુષ્પોનો શણગાર રચ્યો હતો. મસ્તક પર કમળની અર્ધનિદ્રિત કળીઓનો મુગટ પહેર્યો હતો. પીઠ પર લટકતા છૂટા કેશ ગંગાના ઊંડા નીલવર્ણા પ્રવાહની ભ્રાન્તિ કરાવતા હતા. ભાલ પર અર્ધચન્દ્રની આડ કરી હતી.
જે વનખંડમાંથી વિદ્યાધર કુમારિકાઓના સ્વરચિત રથો પસાર થઈ રહ્યા હતા, તેની બંને બાજુમાં સુંદર કુંજ-નિકુંજ આવેલી હતી. હરિયાળીથી છવાયેલી આ કુંજ સ્વભવનોને શરમાવે તેવી રમ્ય હતી. ધોળાં ને કાબરચીતરાં કબૂતરો
For Private And Personal Use Only