________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન,
તારો પત્ર મળ્યો. આનંદ થયો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લય, વિલય, અને પ્ર-લય અંગે આપણે ઠીક ઠીક અનુપ્રેક્ષા કરી.
મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતાને ‘લય’ કહેવામાં આવે છે. મેં એના ત્રણ વિભાગ આ રીતે પણ કર્યા છે : (પૂર્વે ૧૪મા પત્રમાં બીજી રીતે લયવિલય-પ્રલય બતાવેલા છે.)
– કાયયોગની સ્થિરતા - લય,
- વચનયોગની સ્થિરતા - વિ-લય (વિશિષ્ટ લય).
- મનોયોગની સ્થિરતા - પ્ર-લય (પ્રકૃષ્ટ લય).
આવી ત્રિવિધ સ્થિરતા પ્રાપ્ત થાય એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય, ત્રિવિધ યોગની સ્થિરતા એ જ સમભાવ, એ જ સહજાનંદતા અને એ જ આત્મારામતા છે. સમત્વમાં લય આવી જાય એટલે ઉન્મનીભાવ પ્રગટે! નિત્યાનંદ કહો, ચિદાનંદ કહો કે સહજાનંદ કહો, એક જ છે. અને આ આનંદ મોક્ષબીજ છે. ‘અમૃત સ્થાલિમ વીનમ્!'
આ વાત માત્ર સૈદ્ધાન્તિક છે કે શાસ્ત્રોમાં લખાયેલી પડી છે, એમ નથી માનવાનું. આ લયની આરાધનાથી કેટલાય ગૃહસ્થોએ, સાધુઓએ, સ્ત્રીઓએ... રાજાઓએ, રાજકુમારોએ, શ્રેષ્ઠીપુત્રોએ અને કામી-વિકારી-હિંસક માણસોએ પણ લય-વિલય-પ્રલય પામીને મુક્તિ પ્રાપ્ત કર્યાનાં, પૂર્ણાનન્દ પ્રાપ્ત કર્યાનાં અનેક દૃષ્ટાંતો, પ્રજ્ઞાવંત ઋષિ-મુનિઓએ માત્ર પારમાર્થિક દૃષ્ટિથી લખેલાં આજે પણ વાંચવા મળે છે. કેવળ જનહિતાર્થે નિઃસ્વાર્થ ભાવનાથી, કરુણાસભર હૃદયે એ મનીષી મહાપુરુષોએ દૃષ્ટાંતો લખ્યાં છે, લખાવ્યાં છે અને પોતાના ધર્મોપદેશમાં કહેલાં છે.
આવાં બાર દૃષ્ટાંતો-કથાઓ મારે તને કહેવી છે. મન-વચન-કાયાની સ્થિરતારૂપ સમતાભાવમાં લીનતારૂપ લય-વિલય અને પ્રલય પ્રાપ્ત કરી આત્મા મહાત્મા બની પરમાત્મસ્વરૂપ કેવી રીતે બન્યા, તે મારે સમજાવવું છે.
(nŁગુપ્તસુનિ
For Private And Personal Use Only