________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૩૯ ખરી પડે છે ત્યારે મન મેદાન મારી જાય છે. શરીરને લકવો થઈ જાય તોય મનને શરીરની મર્યાદા નડતી નથી. એંશી વર્ષના વૃદ્ધ પુરુષનું મન અઢાર વર્ષના યુવાન જેવું હોઈ શકે છે. દેહથી પર એવું મન દેહની સંકડામણ, સ્થૂળતા ને દ્રવ્યતાથી મુક્ત હોય છે. તે છતાં તે દેહસંલગ્ન છે! એ જ રીતે આત્મા મનથી ભિન્ન છે છતાં મનસંલગ્ન છે.
મનની એક દિશા શરીર તરફની એટલે કે જ્ઞાનેન્દ્રિયોના વિષયો તરફની હોય છે. મનની બીજી દિશા આત્માના પ્રદેશ તરફની હોય છે. મનની દિશા
જ્યારે દેહના વિષયો તરફની હોય છે ત્યારે જે ભાવ પેદા થાય તેને “કષાયો” કહેવાય. એ જ મન જ્યારે આત્મા ભણી વળે ત્યારે અહંશૂન્ય.. કષાયમુક્ત બનતું ચિદાનંદ પામતું જાય છે. આમ કષાય અને ઉપશમ વચ્ચેની દોરડા ખેંચ (ટગ ઓફ વૉર)માં મન કાયમ મૂંઝવણ અનુભવે છે. મનની ઋતુ બદલાયા ત્યારે આધ્યાત્મિકતાનો ઉદય થાય.
આપણું મન આપણું જ હોવા છતાં ઝટ હાથમાં નથી આવતું. એ આપણું છે છતાં આપણા કાબૂમાં નથી. એ આપણું છે છતાં આપણી આપણી સમજમાં નથી સમાતું. એ આપણું હોવા છતાં આપણને ખૂબ હેરાન કરે છે; અને ક્યારેક તો આપણને વિનાશના ઊંડા ધરામાં ધકેલી દે છે. એ આપણું હોવા છતાં દુમનની માફક પરાયું બની શકે છે. માણસ વાતવાતમાં કહે છે : “હું અપસેટ છું.” પણ કેમ અપસેટ છું, તેની ખબર નથી. આવું મન આપણું શી રીતે કહેવાય? આપણે મનના માલિક છીએ કે ગુલામ? આપણે મનના મિત્ર છીએ કે શત્રુ?
મનની ઋતુ બદલાય પછી જ કદાચ ખરા આધ્યાત્મિક વિકાસની શરૂઆત થાય છે. માણસ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ઓળખે, એ જ અધ્યાત્મ છે.
સ્વ” ની ઓળખ માટે સ્વસ્થતા જરૂરી છે. સ્વસ્થ હોવું એટલે “સ્વ”માં સ્થિર હોવું. મનને સમજ્યા વિના “સ્વ' સુધી પહોંચવાનું મુશ્કેલ છે. આપણી પાંચે ઇન્દ્રિયો (કાન, આંખ, નાક, જીભ અને ત્વચા) ને જે કંઈ વિષયો બાહ્ય જગતમાંથી પ્રાપ્ત કરે છે, તે આપણા મનમાં ઠાલવી દે છે.
આંખ મનને સુંદર રૂપ ધરે તો મન ખુશ ખુશ! એ જ આંખ કરૂપતા ધરે તો મન-મહારાજા નાખુશ! કાન મનને મધુર શબ્દ પહોંચાડે તો મહારાજા, રાજી અને કડવા શબ્દો પહોંચાડે તો મહારાજ નારાજ!
મન રામાયણ અને મહાભારત સર્જે છે. મન પોતીકા અને પારકા જેવો ધૃતરાષ્ટ્રીય ભેદભાવ સર્જે છે. મન હસાવે છે, મન રડાવે છે. મન માણસને નચાવે છે ને વળી દુઃખમાં બેવડ વાળી દે છે. મન ઇતિહાસ સર્જે છે અને મન
For Private And Personal Use Only