________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦.
મનની ઋતુ બદલો રાજ કીય ભૂગોળની સરહદો રચે છે અને તોડે છે. આપણું મન આપણા કહ્યામાં નથી. એટલે, મન સાથે કામ પાડવાની યુક્તિ જડી જાય તો જીવનના ઘણા ઉધામા શાંત થઈ જાય અને “જીવનલય' પ્રાપ્ત થઈ શકે. આ માટે મનની ઓળખાણ કરવી પડે. પરંતુ માણસ જીવનપર્યત ઓળખાણોની કે સમાજની નજરકેદ ભોગવતો રહે છે, તેથી મનને ઓળખવાનું દૂર રહી જાય છે. માણસ પરંપરાનો, રિવાજોનો, સ્વીકૃત મૂલ્યોનો, માન્યતાઓનો, અભિપ્રાયોનો અને ઇજ્જત નામની રાક્ષસીનો લાચાર ગુલામ છે. એટલે એ મનની ઓળખાણ કરી શકતો નથી. મન સાથે મૈત્રી કરી શકતો નથી. આ કામ ખૂબ જ મુશ્કેલ છે, અને મુશ્કેલ છે તેથી જ કરવા જેવું છે.
મનની ઋતુ બદલાઈ જાય છે ત્યારે જીવનરસ કેવો લય પામે છે, તેનું એક દૃષ્ટાંત તને લખું છું :
સંત તુલસીદાસને અકબર બાદશાહે પોતાના દરબારમાં આવવા આમંત્રણ આપ્યું. તુલસીદાસના મનની ઋતુ જ બદલાઈ ગઈ હતી. એમની મનઃસ્થિતિ વિવેક તરફ વળેલી હતી. તેમણે જવાબ આપ્યો હતો :
હમ ચાકર રઘુબીર કે પઢોં લિખો દરબાર,
અબ કા હમ હોકિંગે નર કે મનસબદાર. “અમે તો રઘુવીર રામચન્દ્રના નોકર છીએ. દરબારમાં તો ભણેલાગણેલા લોકોનું કામ, હવે અમારે રઘુવીરની ચાકરી છોડી માણસના મનસબદાર (અમલદાર) શા માટે થવું?”
તુલસીદાસ વણકર હતા. બ્રાહ્મણોએ તુલસીદાસને પરેશાન કરવામાં બાકી નહોતું રાખ્યું. તુલસીદાસે બ્રાહ્મણોને આપેલો જવાબ સમજવા જેવો છે :
માંગી કે ખેબો, મસતિ કે સોયબો,
લેબો કો એક ન, દેબો કો દેઉં...” માંગી ને ખાઈ લઉં છું. મસ્તીમાં સૂઈ રહું છું. કોઈની સાથે મારે તે શી લેવા દેવા?”
કષાયો મંદ પડે, પછી આત્મભાવ જાગે, તો જ આવી મસ્તી પ્રાપ્ત થાય. સંતો આવી મસ્તીના માલિક હોય છે! એમના મનની વસંત મહોરી ઊઠેલી હોય છે.
આવો જ એક પ્રસંગ કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી
For Private And Personal Use Only