________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
લય-વિલય-પ્રલય તથા રાજા સિદ્ધરાજની વચ્ચે બન્યો હતો. સિદ્ધરાજ હેમચન્દ્રસૂરિજી પ્રત્યે નારાજ થયેલો ત્યારે આચાર્યદેવે કહેલું :
"भूशय्या भक्षमशनं जीणवासो गृहं वनम् ।' હે રાજન! અમારે તારી પાસેથી કંઈ જોઈતું નથી. અમે જમીન પર સૂઈ જઈએ છીએ. ભિક્ષા માગીને જીવનનિર્વાહ કરીએ છીએ. જીર્ણ વસ્ત્રો પહેરીએ છીએ અને જંગલમાં રહીએ છીએ! હે રાજનું, તોપણ અમે ચક્રવર્તી રાજા કરતાં ય વધારે સુખી છીએ!'
આ છે મનની આધ્યાત્મિક મસ્તી! મન જ્યારે નિઃસ્પૃહ બની જાય છે, પરપદાર્થોની સ્પૃહાથી લગભગ મુક્ત થઈ જાય છે ત્યારે તે સર્વોત્તમ આંતર સુખ અનુભવે છે. સૂવા માટે એક પથ્થરની શિલા.. ખાવા માટે એક વાર લુખ્ખ-સુકવું થોડું ભોજન.. શરીર ઢાંકવા જીર્ણ-શીર્ણ બે ત્રણ કપડાના ટુકડા... રહેવા માટે વિશાળ વન!
સુખ અને દુઃખની પરિભાષાઓ કરવામાં જો ભૂલ થઈ જાય તો મનુષ્ય સુખને દુઃખ માની લે છે અને દુઃખને સુખ માની લે છે. પરિણામે અશાંતિ ફ્લેશ અને સંતાપમાં ઉદ્વિગ્ન બની જાય છે. પ્રાયઃ કરીને મનુષ્યો બાહ્ય પદાર્થોના સંયોગ-વિયોગને સુખ-દુઃખ માની લે છે. સુખ અને દુ:ખ મનની ધારણાઓ છે. મનની કલ્પનાઓ છે. હજુ બાહ્ય દુનિયાના કોઈ પદાર્થની પ્રાપ્તિ ન થઈ હોય, પરંતુ એની સ્પૃહા જ્યાં જાગી ગઈ, ત્યાં દુઃખનો પ્રારંભ થઈ જાય છે. જ્યાં જ્યાં પરસ્પૃહા ત્યાં ત્યાં દુઃખ! જ્યાં પરસ્પૃહા નહીં, ત્યાં દુઃખ નહીં.
ભોગી હો યા યોગી હો, પરપદાર્થની સ્પૃહા જેના મનમાં જાગી તે દુઃખી! પરપદાર્થની સ્પૃહા જેના મનમાંથી દૂર થઈ તે સુખી! ચેતન, એક આર્મ-વચન યાદ રાખવા જેવું છે :
નિરો તર દુત્તરમવોડડ્યો” નિરપેક્ષ (વિષયોથી) આત્મા આ દુત્તર ભવસમુદ્રને તરી જાય છે. નિઃસ્પૃહતાના મહાસુખને અનુભવતો આત્મા દુઃખપૂર્ણ ભવોદધિને તરી જઈને પરમ સુખ, અનંતસુખ પ્રાપ્ત કરે છે. પરમ પ્રકૃષ્ટ લય (પ્ર-લય) પ્રાપ્ત કરે છે. કામ એક જ કરવાનું છે : મનને નિઃસ્પૃહ રાખવાનું! કુશળ રહે. તા. ૧૫-૪-૯૮
Sneglegesen
For Private And Personal Use Only