________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1. ૧૦. રંભાયુને નાથો
H
--
પ્રિય આત્મસાધક, સનેહ આત્મસ્મરણ.
તારો પત્ર મળ્યો. “જ્ઞાનસાર' ની તત્ત્વપૂર્ણ વાતોથી તને નવો જ્ઞાનપ્રકાશ મળ્યો, જાણીને આનંદ થયો.
મહાનુભાવ, શરીરમાં થનગનતી પ્રાણઊર્જાના ભવ્ય શિખર પર મનુષ્યનું મગજ બિરાજમાન છે! આ મગજ સુપર કયૂટર છે. ખરી વાત તો એ છે કે કહેવાતું સુપર કમ્યુટર પણ આપણા મગજ આગળ કોઈ વિસાતમાં નથી. વિજ્ઞાનીઓ કહે છે : કે જો માનવીના મગજ જેવું અદ્ભુત કમ્યુટર બનાવવું હોય તો એનું કદ પૃથ્વીના કદ કરતાં સાડાત્રણ ગણું થવા જાય.
પ્રાણઊર્જાના શિખર પર બિરાજમાન એવા આ મગજના વ્યાપારોમાં હજી આપણી ચાંચ પૂરી બૂડી નથી. મગજ તો આપણને પુણ્ય-પ્રકૃતિ તરફથી મળેલી રહસ્યમય અણમોલ ભેટ છે. સામાન્ય માણસને પણ અપાર મનઊર્જાની ભેટ મળેલી છે. પણ સામાન્ય માણસ પોતાને મળેલી મનઃશક્તિનો દસમો ભાગ પણ વાપરતો નથી. આથી જ માણસ સામાન્ય રહી જાય છે. જે કંઈ મૂલ્યવાન મળે તેને વેડફી નાંખવું, એ જ આપણી સામાન્યતા છે. ગળામાં કોહિનૂર લટકતો હોય અને ભીખ માંગવા નીકળે, તેવી આ વાત છે. આપણે ભિખારી છીએ, પરંતુ છીએ કોહિનૂરના માલિક! કોહિનૂર હોવા છતાં કોહિનૂરના મૂલ્યથી અજાણ રહી જવું, એ જ આપણી સામાન્યતા છે. “સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ...' જેવો ઘાટ બન્યો છે.
એક બંગલો ભવ્ય છે. બંગલાનાં પગથિયાં આરસપહાણનાં છે. રસોડાના પ્લેટફોર્મ પર ગ્રેનાઇટની સુંવાળપ છે. જાજરૂમાં ફ્લશ છોડવામાં આવે ત્યારે જે પાણી ખળખળ છૂટે છે તે કોઈ નપાણિયા ગામના પાણિયારા પરની ગાગરમાં પીવાનું પાણી હોય, તેના કરતાં ય વધારે સ્વચ્છ હોય છે. બંગલો ભવ્ય છે, પરંતુ એમાં રહેનારો અનુભવ્યું છે! બંગલામાં માણસો વસે છે, પરંતુ માણસાઈ ગેરહાજર હોય છે. આવા માણસોનાં મન ગરીબ હોય છે. મનની ગરીબીને બંગલો ઢાંકી શકતો નથી અને મનની અમીરી ઝૂંપડીને ગાંઠતી નથી! જે બંગલામાં સ્મિત નથી, મીઠો આવકાર નથી અને પરિવાર ભાવના નથી, તે બંગલામાં માણસો દુઃખી હોય છે.
For Private And Personal Use Only