________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
લય-વિલય-પ્રલય
આથી ઊલટું, ક્યારેક ગામ-નગરના નાનકડા ફ્લેટમાં કે ડબલ રૂમમાં મધ્યમવર્ગીય મુસીબતો વચ્ચે જીવતા પરિવારમાં સંસ્કારવૈભવ છલકાતો જોવા મળે છે. નાનકડા ઘરની સંકડામણમાં મનની વિશાળતાનો સમંદર ઉછાળા મારતો હોય છે. તાણ અને તંગી વીસરાઈ જાય એવી મહોબ્બત સાથે જમણ પરસવામાં આવે છે. એ જમણમાં હેત હોય છે, ભલે હલવો ન હોય! આવા વિચારવૈભવ અને મનવૈભવને પૈસાની ખેંચ હરાવી શકતી નથી.
મનમાં કાશી અને મનમાં કાબા! મનમાં સારનાથ ને મનમાં જેરુસલેમ! મનમાં શત્રુંજય અને મનમાં સમેતશિખર! “અથર્વવેદ માં કહ્યું છે : “સ્વર્ગ એટલે સ્વચ્છ મની” મનનું આવું રૂપાંતરણ તો જ થાય જ સદ્ગુરુ, સગ્રંથ, સત્સંગ અને સદાચાર જીવનમાં જોડાય. સદ્દગુરુ જ આપણને સુંદર વિચારો આપે અને સારી રીતે જીવવાની ચાવી બતાવે.
પ્લટાર્ક' નામના વિચારકે વર્ષો પહેલાં લખેલું કે “જો શરીર મન સામે અદાલતમાં દાવો માંડે તો? અદાલત ચુકાદો આપશે કે “મન તેના ઘરમાલિક શરીરનો ખતરનાક ભાડૂત છે!” માટે આપણા શરીરમાં રહેલા મનને સમજી લેવું જોઈએ. મન સાથે કામ પાડવામાં જો સાવધાની રાખવામાં ન આવે તો માણસ ધર્મના બહાને પણ પતન પામી શકે છે. મન સાઇકલની ચેઇન જેવું છે. ચેઇન બહુ ટાઇટ હોય તો તૂટી જાય છે અને બહુ ઢીલી હોય તો ઊતરી જાય છે. એટલે સાધકે મનની બાબતમાં ત્રણ સાવધાની રાખવાની છે : ૧. બહુ તાણવાથી વિકરાળ પ્રતિક્રિયાઓ જન્મે છે, માટે મનને બહુ તાણવું
નહીં. ૨. બિલકુલ છૂટું મૂકી દેવાથી દુરાચારી બને છે, માટે મનને સાવ છૂટું મૂકવું
નહીં. ૩. સાધક જો મનની બાબતમાં સાવધ ન રહે તો દંભી બની શકે,
નીચેની વાતો આત્મસાક્ષીએ વિચારજે ૦ ભોજન કરવાનું બંધ કરી દીધું તેથી આહારમાં મન નથી રહ્યું એમ માની
લેવાય ખરું? ઉપવાસીના વિચારો ભોજનના હોઈ શકે? ૦ બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું, એટલે કામવાસના ટળી ગઈ એમ માની
શકાય? સેક્સ સ્વપ્નમાં પણ પજવે છે? ૦ ક્રોધ પ્રગટ ન થયો એટલે ક્ષમા સિદ્ધ થઈ – એમ માની શકાય છે? મનની
ભીતર ધરબાયેલો ક્રોધ એટલે ન ફૂટેલો બોમ્બ!
For Private And Personal Use Only