________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નE ૯.મળની ઋતુ બદલો
પ્રિય આત્મસાધક, સનેહ આત્મવંદન,
તારો પત્ર મળ્યો. મનના પાંચ ખંડોમાં ભમવાની તને મજા આવી ને? હજુ વધારે આનંદ પામીશ. લેખક રોબર્ટ રોપ, ચોથા અને પાંચમા ખંડમાં પ્રવેશવા માટે ચાર ઉપાય બતાવે છે : ૧. વિચારોની... તરંગોની ચગડોળને ધીમી પાડીને અટકાવવાનું શીખી લો.
ભીતરમાં ઊઠતી દલીલો અને વાતચીતોના પૂરને ખાળવા મથતા રહો. ૨. બને તેટલી વાર મનની શાંતિમાં ઊંડી ડૂબકી લગાવી, એ સ્થિતિમાં વધુમાં
વધુ સમય રહેવાનો પ્રયત્ન કરો. વિચારોના રવાડે ચડવાનું બંધ કરો. "They have less to say than cats but they communicate' seis સૂક્ષ્મ સંભળાય તે માટે શાંત થઈ જાઓ. ૩. જાગૃતિની જાળવણી કરો. જાગૃતિ(અવેરનેસ)થી વધારે મૂલ્યવાન ચીજ
જીવનમાં બીજી નથી. ૪. જીવન એવી રીતે ગોઠવો કે નિરાંત, નવરાશ અને ધ્યાન માટે પૂરતો સમય
મળી રહે. દુનિયાના કરડો મનુષ્યોને આવો વૈભવ પ્રાપ્ત થતો નથી.
પાંચમા ખંડમાં પ્રવેશવા માટેની સાધના, એ જ ખરી જીવનસાધના છે. માણસ પોતાની રીતે પોતાની મર્યાદાઓને લક્ષમાં રાખી ધ્યેય તરફ આગળ વધી શકે છે. મનની ઋતુ ધીરે ધીરે બદલાય ત્યારે આપોઆપ નવું અજવાળું પ્રાપ્ત થાય છે. એકાંત, મૌન, શાંતિ અને સહજ જીવનચર્યા સંસારી જીવો માટે પણ શક્ય છે. જાગી ગયેલો માણસ આજે નહીં તો કાલે મનના મહાલયના પાંચમા ખંડમાં પ્રવેશી શકે છે. જોકે આતો આપણે મનની વાત કરતાં કરતાં મનથી પર બ્રહ્માનંદની વાત કરી લીધી! પરંતુ મનની પેલે પાર શું છે, તે જાણવાથી જ મનની સાથે કામ સાધી શકાય છે.
મન અતિ ચંચળ છે, જલ્દી કોઈને વશ થાય એવું નથી. મનને શરીરની મર્યાદાઓ નથી નડતી. શરીર અમદાવાદમાં હોય, છતાં મન ન્યૂયોર્કમાં હોઈ શકે છે. શરીર સ્વપત્ની સાથે હોય, મન બીજી કોઈ સ્ત્રી સાથે હોઈ શકે છે. મન આગળ શરીરની ધૂળ મર્યાદાઓ ખરી પડે છે અને શરીરની મર્યાદાઓ
For Private And Personal Use Only