________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
૧૧૩ સાથે નથી, સંવાદિતા સાથે હોય છે. સંગીતમાં સૂરની સંવાદિતા હોય છે. સૂર દ્વારા પણ લય પ્રગટ થાય છે.
આ રીતે જીવનલય પણ અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. આપણા જીવનસંગીતન લય ખોરવાય તે ન પાલવે. લયનો મૂળ સંબંધ બ્રહ્મ (કોસ્મોસ) સાથે છે. કોસ્મોસનો લય ખોરવાય ત્યારે માણસને ભીતરમાં અસુખ થાય છે.
ફરીથી કહું છું કે સૃષ્ટિ લયસ્વરૂપા છે. કોયલ કે મોર લયપૂર્વક ટહુકે છે. ચંદ્રની કળા સદીઓથી લયપૂર્વક થતી આવે છે. ભરતી અને ઓટ લય જાળવે છે. સૂર્યની ગતિ લય જાળવીને જગતને જીવાડે છે. ગ્રહો, ઉપગ્રહો, તારાઓ, નક્ષત્રો, નિહારિકાઓ અને આકાશગંગાઓ અવકાશી ગુરત્વાકર્ષણ જાળવીને લાખો સદીઓથી ગતિમાન છે.
આ સૃષ્ટિમાં સુવ્યવસ્થા છે. ગોટાળો નથી. આંબા પર વસંતઋતુમાં કેરી લટકતી દેખાય ત્યારે ઋતુનો લય, સૂર્યનો લય, પવનનો લય, ધરતીનો લય, જળતત્ત્વનો લય, આંબાનો લય, ઉષ્ણતાનો લય અને અસ્તિત્વનો લય પ્રગટ થાય છે! કેરીના અસ્તિત્વનો પોતીકો લય હોય છે.
આ તો એક ઉદાહરણ છે. સૃષ્ટિમાં રહેલા પરમ લયને નીરખવો, પરખવો અને પામવો, એ આપણી લયસાધના કહેવાય. આવા કેટલાક શાશ્વત લયો સૃષ્ટિમાં પ્રવર્તે છે, તે આજે તને લખું છું.
* પહેલાં તને “કાળચક્ર'માં કેવો લય પ્રવર્તે છે, તે જણાવું છું. કાળચક્રમાં નિયમિત રૂપે ઉત્સર્પિણી અને અવસર્પિણી આવ્યા કરે છે. ઉત્સર્પિણીમાં અને અવસર્પિણીમાં છ-છ આરા(કાળવિભાગો) પણ નિયમિત રૂપે ફર્યા કરે છે. એ છ આરાનાં નામ આ પ્રમાણે છે : ૧. સુષમસૂપમાં ૨. સુષમા ૩. સુષમદુષમાં ૪. દુપમસુષમા પ. દુષમા ૬. દુષમ-દુષમા.
આ ક્રમ અવસર્પિણીનો છે. ઉત્સર્પિણીમાં શરૂઆત “દુષમદુષમાથી થાય. આ ક્રમ અનાદિકાળથી ખુલના વિના ચાલે છે અને અનંત કાળ ચાલતો રહેશે! આ કાળનો લય કહેવાય, દરેક આરાનાં વર્ષોનું પ્રમાણ પણ નક્કી જ હોય છે. તે તે આરામાં માણસો, પશુઓ, પક્ષીઓનાં શરીર પ્રમાણ, આયુધ્યપ્રમાણ, શક્તિ-સામર્થ્ય, ગુણો, અવગુણો, સુખ-દુઃખો (સુષમ-સુખ, દુષમ-દુ:ખ) વગેરે નિશ્ચિત હોય છે. આ એક શાશ્વતું લય છે સૃષ્ટિનો.
આ વાત ભરતક્ષેત્રની અપેક્ષાએ સમજવાની.
For Private And Personal Use Only