________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
સૃષ્ટિ લયસ્વરૂપા છે. સૃષ્ટિમાં શાશ્વત રૂપે પ્રવર્તતો બીજો લય છે “કલ્પવૃક્ષોનું પ્રગટ થવું. પહેલા-બીજા અને ત્રીજા આરામાં ૧૦ પ્રકારનાં કલ્પવૃક્ષો પ્રગટ થાય.
૧. મનંગ (દ્રાક્ષાદિનાં પીણાં આપે) ૨. ભંગ (ભાજન આપે) ૩. ત્રુટિતાંગ (જોવાનાં દશ્યો આપે) ૪. જ્યોતિરંગ (સૂર્યનો પ્રકાશ આપે) ૫. દીપાંગ (દીવાની જ્યોત આપે) ૬. ચિત્રાંગ (પુષ્પો આપે.) ૭. ચિત્રરસ (ભોજન આપે) ૮. મયંગ (આભૂષણ આપે) ૯. ગેહાકાર (ઘર-મકાન આપે) ૧૦. અનગ્ન (વસ્ત્ર, આસન આપે).
૧-૨-૩ આરાઓમાં યુગલિક સ્ત્રી-પુરુષો (યુગલરૂપે) જન્મ. તેમને કલ્પવૃક્ષો પાસેથી જ બધું મળે. તેમના કષાયો બહુ થોડા હોય,
એ જ ત્રીજા આરાના છેલ્લા સમયમાં દીર્ઘઆયુષ્યવાળા અને ઊંચા દેહમાનવાળા કુલકરો (રાજા જેવા. રાજ્યાભિષેક ન થાય) થાય. અને સાત જ થાય. આ અવસર્પિણીમાં સાત કુલકરો આ પ્રમાણે થયા હતા.
૧. વિમલવાહન, ૫. પ્રસેનજિત, ૨, ચક્ષુખાન, ૬. મરુદેવ અને ૩. યશસ્વત,
૭. નાભિ. ૪. અભિચન્દ્ર, ઉત્સર્પિણીમાં પણ આ જ રીતે કુલકરો થાય. આ નિશ્ચિતક્રમ. વિશ્વનો એક શાશ્વત લય.
તે પછી ચોવીશ તીર્થંકરો થાય, બાર ચક્રવર્તી થાય, નવ બળદેવ થાય, નવ વાસુદેવ થાય, નવ પ્રતિવાસુદેવ થાય અને નવ નારદ થાય. આ બધું વ્યવસ્થિત અને તે તે નિશ્ચિત કાળે બન્યા જ કરે! આમાં ક્યારેય ગોટાળો ન થાય કે ક્રમ ન બદલાય. બધું જ સુવ્યવસ્થિત.
પાંચમા આરાનાં ૨૧ હજાર વર્ષ છે. ૨૧ હજાર વર્ષના છેલ્લા દિવસે
For Private And Personal Use Only